Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા ગામના ભોગાવા નદીમાં થઈ રહી છે રેતીની...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા ગામના ભોગાવા નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

188
0
સુરેન્દ્રનગર : 23 ફેબ્રુઆરી

ગે.કા. વોશ પ્લાન્ટ બનાવી રેતી ચોરીનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે
3 વોશ પ્લાન્ટને મંજૂરી પણ ચાલી રહ્યાં છે 6, હપ્તારાજ ન હોય તો કેવી રીતે થઈ શકે ગેરકાયદેસર વોશ પ્લાન્ટ?
વોશ પ્લાન્ટોમાં થતી વીજ ચોરીને કારણે ગામમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યા વધી


લીંબડી તાલુકાના બોડીયા ગામના ભોગાવા નદીમાં બેફામ રીતે બેરોકટોક રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. 3 વોશ પ્લાન્ટને મંજૂરી છતાં 6 પ્લાન્ટમાંથી રેતી ચોરી થઈ રહી છે. વોશ પ્લાન્ટોમાં વીજ ચોરી થતાં ગામમાં લો-વોલ્ટેજ સહિતની વીજ સમસ્યાઓ વધી ગઈ છે. હપ્તારાજ ન હોય તો કેવી રીતે થઈ શકે છે ગેરકાયદેસર વોશ પ્લાન્ટો? સહિત અનેક સવાલો પંથકના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. મામલતદાર, ખાણ ખનીજ વિભાગમાં કરેલી અનેક અરજી ફેંકી દેતાં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે.

અહેવાલ:  સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here