Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓની એવિએશન ક્ષેત્રે...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓની એવિએશન ક્ષેત્રે ક્રાંતિકારી શોધ

33
0
સુરેન્દ્રનગર : 17 ફેબ્રુઆરી

ગુજરાતના બે ભાઇઓએ અમેરિકાના મીયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો : “પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ”નામની આ ક્રાંતિકારી શોધનો વિશ્વ લેવલે ડંકો.

6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો. આ બંને ભાઇઓની ક્રાંતિકારી શોધની એન્ટ્રી ગીનીજ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી.

કોરોનાના સમયગાળાનો સદપુયોગ કરી એક ભાઇએ ઇન્ડિયાથી અને એક ભાઇએ અમેરિકા બેઠા સતત ઓનલાઇન ચર્ચા કરી આઠ મહિનાની મહેનત બાદ આ ક્રાંતિકારી શોધ કરી.


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓની એવિએશન ક્ષેત્રે ક્રાંતિકારી શોધ કરી છે.ગુજરાતના આ બે ભાઇઓએ અમેરિકાના મીયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે “પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ”નામની આ ક્રાંતિકારી શોધનો વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે. તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી અમેરિકાના મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. એમની આ ક્રાંતિકારી શોધની એન્ટ્રી ગીનીજ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.

ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દિકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે કેપ્ટન છે. જ્યારે એમનો નાનો દિકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. આ બંને ભાઇઓએ શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા “પૃથ્વીરાજ ચૌહાણ”ની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમ‍‍ાન ચલાવવાના પ્રોજેક્ટને તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કરતાં આ ક્રાંતિકારી શોધે આંતરરાષ્ટ્રીય લેવલે ડંકો વગાડ્યોં છે. કોરોનાના સમયગાળાનો સદપુયોગ કરી એક ભાઇએ ઇન્ડિયાથી અને એક ભાઇએ અમેરિકા બેઠા સતત ઓનલાઇન ચર્ચા કરી આઠ મહિનાની મહેનત બાદ આ ક્રાંતિકારી શોધ કરી હતી. વધુમાં 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. વધુમાં આ બંને ભાઇઓની ક્રાંતિકારી શોધની એન્ટ્રી ગીનીજ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.


આ ક્રાંતિકારી શોધમાં મોટા ભાઇ પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન પાકીંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી અમેરિકાની મિયામી સીટી ઉપર એક કલાક સુધી ફરી રન-વે પર સફળતાપૂર્વક લેન્ડીગ કરી એક પણ ઇંચના ફેરફાર વગર પાર્કીંગ પણ કરી બતાવ્યું હતુ. જ્યારે એનો નાનો ભાઇ વ્યોમ પંચાલ સેફ્ટી પાયલોટ તરીકે બાજુમાં બેસી પૃથ્વીરાજ ચૌહાણના સાથીદાર એવા ચંદ્ર બારોટનું કામ કર્યું હતુ. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની પ્રાચિન શબ્દવેદી ધનુર વિદ્યાનો ઉપયોગ એવિએશનમાં કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ક્રાંતિકારી શોધથી આખા અમેરિકા અને વિશ્વ લેવલે કુતુહલતા અને પ્રશંસા થઇ રહી છે.

ગુજરાતી ભાઇઓએ અમેરિકામાં કેવી રીતે ડંકો વગાડ્યો

અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે 6 ફેબ્રુઆરીએ કેપ્ટન પાર્થ પંચાલે આંખે બે પાટા બાંધવાની સાથે એની ઉપર મીઠું ભરેલી થેલી બાંધી એના નાના ભાઇને સેફ્ટી પાયલોટ તરીકે સાથે બેસાડી સતત એક કલાક સુધી મિયામી સીટી પર સફળતાપૂર્વક વિમાન ઉડાડી ઇતિહાસ રચી દીધો હતો. એમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. અને આંખે પાટા બાંધી વિમાન ચલાવનારા પાર્થ પંચાલ અને એની બાજુમાં બેઠેલા વ્યોમ પંચાલ ઉપર અને વિમાનમ‍ાં ચારે બાજુ કેમેરાઓ ગોઠવી અ‍ા ‍અનોખી સિધ્ધી હાંસલ કરવામાં આવી હતી.

“પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ”ની કહાની અંગે આ બંને ભાઇઓના પિતા રસિકભાઇ પંચાલ શું કહે છે….

મોહમ્મદ ઘોરીએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની હિંમતથી થાકીને 17 વખત હારીને 18મી વખત દગા સાથે એને પકડી એમની આંખો ફોડી નાંખી હતી. ત્યારે મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણન‍ા “શબ્દવેદી” કળ‍ાની જાણકારી મેળવવા પૃથ્વીરાજ ચૌહાણ અને એમના સાથી ચંદ્ર બારોટને બોલાવ્યા હતા. જેમાં દૂર ઉભેલ‍ા મોહમ્મદ ઘોરીને પ્લ‍ાનીંગ સાથે એમના બોલતાની સાથે “શબ્દવેદી” કળાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કહાનીથી પ્રેરણા લઇ મારા બંને દિકરાઓએ આ આખો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. જેમાં મોટા દિકરા પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન ઉડાડી “પૃથ્વીરાજ ચૌહાણ” જેવુ કામ કર્યું હતુ. જ્યારે નાના દિકરા વ્યોમ પંચાલે સેફ્ટી પાયલોટ બની પૃથ્વીરાજ ચૌહાણના સાથી ચંદ્ર બારોટનું ક‍ામ કર્યુ હતુ. આથી આ શોધને “પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ” નામ આપવામાં આવ્યું છે.

પાર્થ અને વ્યોમ પંચાલ ભાઇઓએ નોંધાવેલા રેકોર્ડ

* FAA-(USA) કોર્મશિયલ પાયલોટ લાયસન્સ- વ્યોમ પંચાલ
* ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડઝમાં સામેલ- વ્યોમ પંચાલ
* અમેરિકામાં પાયલોટની (FAA)ની 10 પરીક્ષા એક સાથે 10 જ કલાકમાં આપી વ્યોમ પંચાલે એવરેજ 91% મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
* વ્યોમ પંચાલે માત્ર 70 દિવસમાં શૂન્યથી 250 કલાકની કોર્મશિયલ પાયલોટ લાયસન્સની (FAA) તાલીમ લઇને ફ્લાઇંગ પરીક્ષા પાસ કરીને લાયસન્સ મેળવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
* ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે 93 % સ્ટુડન્ટ પાસ થવાથી અમેરિકન ગર્વનમેન્ટ (FAA) તરફથી પાર્થ અને વ્યોમ પંચાલ-બંને ભાઇઓએ ગોલ્ડ સીલ લાયસન્સ મેળવેલ છે.
* પાર્થ પંચાલે અમેરિકામાં પાયલોટની (FAA-USA) 9 પરીક્ષામાં એવરેજ 98.33 % મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને આ વર્લ્ડ રેકોર્ડ આજે પણ અકબંધ છે.
* પાર્થ પંચાલને અમેરિકામાં ચાર જાતના પ્લેન ઉડાડવાનો 11000 કલ‍ાકનો અનુભવ છે.
* પ્રથમ પ્રયાસે જ એર બસ 320 વિમાનની ટ્રેનીંગ પાસ કરી બંને ભાઇઓએ એનું સર્ટિફિકેટ પણ મેળવ્યું છે.
* પાર્થ પંચાલે નિરમા યુનિવર્સિટી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અવ્વલ નંબર મેળવી નિરમાના કરસનભાઇ પટેલ અને એ વખતના ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

-Trending Gujarat

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleઅંબાજી મંદિરના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા
Next articleપાટણના સિનિયર ડોક્ટરોએ પદ્મશ્રી માલજીભાઇ દેસાઇનું અભિવાદન કર્યું……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here