Home સુરેન્દ્રનગર સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાયા

સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાયા

157
0
સુરેન્દ્રનગર : 21 ફેબ્રુઆરી

પશુની બલી ચડાવતો એક વિડીયો પણ તાજેતરમાં જ સોશિયલ મિડીયામાં ફરતો થયો છે,ત્યારે આ વિડીયો ધમરાસળા ગામનો જ હોવાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સાયલા પથંકમાં 21મી સદીમાં પણ અંધશ્રઘ્ધાનું દુષણ જોવા મળતા પશુ પ્રેમીઓમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જ્યારે પશુની બલી ચડાવતો એક વિડીયો પણ તાજેતરમાં જ સોશિયલ મિડીયામાં ફરતો થયો છે,ત્યારે આ વિડીયો ધમરાસળા ગામનો જ હોવાની આશંકા સેવાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં સાયલાના ધજાળા પોલીસ ટીમે બાતમીના આધારે ધમરાસળા ગામે આવેલા અંકાસી માતાજીના મંદિરે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં ધજાળા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તે પહેલા જ બકરાની બલી આપી દેવામાં આવી હતી.

સાયલા પથંકમાં 21મી સદીમાં પણ અંધશ્રઘ્ધાનું દુષણ જોવા મળતા પશુ પ્રેમીઓમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જ્યારે પશુની બલી ચડાવતો એક વિડીયો પણ તાજેતરમાં જ સોશિયલ મિડીયામાં ફરતો થયો છે,ત્યારે આ વિડીયો ધમરાસળા ગામનો જ હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે મૃત બકરાની મુંડી, વાળ સાથેનું ચામડુ સહિતના અવશેષો કબજે કર્યાં હતા.

આ પોલિસ કાર્યવાહીમાં ધજાળા પોલિસ ટીમેં સોખડા ગામના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી પશુ સરંક્ષણ ધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

અહેવાલ:  સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here