Home ક્ચ્છ સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો...

સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો.

144
0
કચ્છ : 4 માર્ચ

સરહદ ડેરીના મંડળીઓના પ્રતિનિધિઓની રૂબરૂ માંગણીને ધ્યાને લઈ વધારો કરવામાં આવ્યો જે મુજબ પશુપાલકોને બોનસ સહિત 51.50 પ્રતિ લિટર મળતા થશે.
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા આગામી તારીખ 16/03/2022 થી દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે વધારા બાદ બોનસ સહિત 735 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થસે જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 51.50 રૂપિયા મળતા થશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 1.5 રૂપિયાનો વધારો થશે અને સરહદ ડેરીને દૈનિક 6 લાખ રૂપિયાનું ભારણ વધશે.

સરહદ ડેરીમાં નિયમિત દૂધ ભરાવતા મંડળીઓ અને પશુપાલકો દ્વારા સરહદ ડેરીના ચેરમેનશ્રીને તારીખ 04/03/2022 ના રોજ લાખોન્દ પ્લાન્ટ ખાતે પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારા માટે માંગણી કરવામાં આવેલ અમુલ દ્વારા હાલમાં વધારવામાં આવેલ ભાવો, ઘાસચારના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઈ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યુ હતું કે સરહદ ડેરીની સ્થાપનાથી પશુપાલકોને નિયમિત દૂધના ભાવોમાં વધારો, નિયમિત દૂધનું ચૂકવણું તેમજ દૂધ કલેક્શનમાંમાં નિયમિતતા આવી છે જે કાબિલે તારીફ છે.

આ બાબતે અમુલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરીએ અમુલ મોડેલ આધારિત કામ કરતી પશુપાલકોની માલિકીની સહકારી સંસ્થા છે જે દૂધ અને દૂધની બનાવટોને વૈશ્વિક કમોડિટી ભાવોના આધારે વેચાણનું કામ કરે છે આવી પરિસ્થિતીમાં પણ પશુપાલકોને સૌથી વધુ ભાવો અમુલ મોડેલ દ્વારા મળી રહે છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા 2 (બે) વર્ષથી વૈશ્વિક રીતે કોરોના મહામારી ચાલુ છે જેમાં દૂધ સંઘ દ્વારા બિન સભાસદોનું પણ દૂધ કલેક્શન કરવામાં આવેલ છે જેની સામે વેચાણમાં લોકડાઉનના કારણે સીધી રીતે અસર કરેલ છે અને વેચાણ થયેલ નથી.
દૂધ સંઘ દ્વારા પશુપાલકોના હિતાર્થે વખતો વખત વૈશ્વિક દૂધના ભાવો તેમજ વેચાણના આધારે વેચાણ પશુપાલકોને દૂધના ભાવોમાં વધારો કરવામાં આવેલ છે.

1 જાન્યુઆરી 2021 થી ફેટ અને SNF આધારિત ભાવો કરવામાં આવેલ છે જેમાં પણ દૂધના ભાવોમાં વધારો થયેલ છે. જે રાજ્યમાં પ્રથમ સંઘ છે.
ડીઝલના ભાવોના કારણે પણ દૂધ સંઘ પર વધારાનો આર્થિક બોજ પડેલ છે.
વેપારીઓ અને પ્રાઈવેટ ડેરીઓ દ્વારા સિઝનમાં એટલે કે શિયાળામાં દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ દૂધ સંઘ દ્વારા ઘટાડો કરવામાં આવતો નથી.


પશુપાલકોમાં જાગૃતતા જરૂરી છે પરંતુ ગેરમાર્ગે દોરાવવું નહીં.
પહેલા દૂધ ગામડાના પશુપાલકોએ શહેરોમાં પ્રાઈવેટ વેપારીઓને વેચાણ માટે જવું પડતું હતું જે સરહદ ડેરી દૂધ સંઘના સહકારી માળખા થકી પશુપાલકોને ગામડામાં જ નજીકની મંડળીમાં જ ભરાવી શકે છે જેનાથી પશુપાલકોનો સમય અને ખર્ચ બંનેનો બચાવ થયો છે.
દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકોના આર્થિક તેમજ સામાજિક સુધારા માટે પગલાઓ ભર્યા છે.
સરહદ ડેરી પશુપાલકો મંડળીઓના પ્રતિનિધિઓ જેમાં ડેરીના ડાયરેક્ટર જયંતિલાલ ગોળ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નારણભાઈ આહિર, પરેશસિંહ જાડેજા, વિરમ આહિર, ફકીરમામદ રાયશી, રમેશ આહિર, લખમણભાઈ, દાનાભાઈ આહિર, આશાભાઈ રબારી, જિગ્નેશ હુંબલ, ભરતભાઈ ડાંગર, રવજીભાઈ રબારી, મયુર મોતા, પ્રવીણસિંહ, ભીમજી નારણ, દેવાભાઈ રબારી, મહીદીપસિંહ, હારુન સુમરા, હિતેશ સાંજવા, વગેરે પ્રતિનિધિઓએ રૂબરૂ મુલાકાત લઈ ભાવ વધારા માટે રજૂઆત કરવામાં આવેલ ચેરમેનશ્રી વલમજીભાઈએ ભાવ વધારવાનું આશ્વાસન આપેલ અમુલ અને સરહદ ડેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ભાવ વધારવાનો નિર્ણય કરેલ છે

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here