Home પાટણ સરસ્વતીના વગદોડ વાછલવાને જોડતા રિંગ રોડનું બળવંતસિહે લોકાર્પણ કર્યું….

સરસ્વતીના વગદોડ વાછલવાને જોડતા રિંગ રોડનું બળવંતસિહે લોકાર્પણ કર્યું….

153
0
પાટણ : 22 ફેબ્રુઆરી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ – વાછલવા રોડને જોડતા રીંગરોડ ( રબારી સમાજ સમૂહલગ્નની વાળીજગ્યા ) રોડનું ઉદઘાટન માન . બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે કરવામાં આવ્યું . આ રોડ બનવાથી વાગદોડ વાસલવા ઉપરાંત વધુ ૨૫ ગામના લોકોને નવીન રોડની સુવિધા પ્રાપ્ત થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત ૧૦૦૮ શ્રીશંકરનાથ ગુરુ કાશીનાથ નકળગધામ , સમારંભના અધ્યક્ષ માન . રજનીભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ , માન . દશરથજી ઠાકોર પ્રમુખ જીલ્લા ભાજપ , ગોવિદભાઈ માલધારી દંડક જીલ્લા પંચાયત , ભાવેશભાઈ પટેલ મહામંત્રી ભાજપ પાટણ , જસુભાઇ પટેલ ઉપપ્રમુખ ભાજપ પાટણ , મહિપતસિંહ સોલંકી શિક્ષણ સમિતિ ચેરમેન પાટણ , તેમજ કાર્યકરો , રબારી સમાજના આગેવાનો , સરસ્વતી તાલુકા આજુબાજુના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા .

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here