Home ગોધરા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા નો મધ્ય ગુજરાત ઝોન નો ત્રી...

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા નો મધ્ય ગુજરાત ઝોન નો ત્રી દિવસીય બ્રહ્મ મહોત્સવ ગોધરા ખાતે યોજાયો

159
0

ગોધરા : 11 મે


શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા નો મધ્ય ગુજરાત ઝોન નો ત્રી દિવસીય બ્રહ્મ મહોત્સવ ગોધરા ખાતે યોજાયો હતો, જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા નડિયાદ આણંદ વડોદરા એમ આઠ જિલ્લા માં થી ભૂદેવો એ ભાગ લીધો હતો.

મેં મહિના ની ભીષણ ગરમીમાં હૃદય ને શાતા આપતો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ દિવસે ગોધરા ના મહાકાળી મંદિર થી વિશાળ બાઈક મોટર કાર રેલી નું સુંદર આયોજન કર્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યા માં બ્રહ્મ સમાજ ના ભૂદેવો એ ભાગ લીધો હતો, આ રેલી માં ઢોલ નગારા સાથે ભગવાન પરશરામનો દિવ્ય રથ અને સમાજ ના અગ્રણીઓ જોડાયા હતા

આ રેલી કાર્યક્રમ ના સ્થળે પહોંચી હતી અને ત્યાં ધારાસભ્ય જીજ્ઞેશ ભાઈ સેવક, પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત ઝોન ના પ્રભારી આશિત ભાઈ ભટ્ટ, સંતો મહંતો સાથે કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ત્રિ-દિવસીય કાર્યક્રમ માં બિઝનેસ સમિટ અપરણિત નો પોર્ટલ મેળો અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ રાખવામાં આવ્યો હતો. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. જેમાં હાસ્ય નાટક “લગ્ન કર્યા અને લોચા પડ્યા” નાટક હતું, બીજા દિવસે હાસ્ય દરબાર હતો, અંતિમ દિવસે ગુજરાતની પ્રખ્યાત ઓરકેસ્ટ્રા “સજદા સિસ્ટર રેખા રાવલ અને દિનેશ રાવલે” સંગીતના સૂરો રેલાવ્યા હતા. આ કાર્યક્રમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવોએ લાભ લીધો હતો. હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, કોંગ્રેસના મંત્રી દક્ષેશભાઈ પટેલ, પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ ના સુરેશ ભાઈ દેરાઈ વગેરે બીજા દિવસે ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ ના અંતિમ અને ત્રીજો દિવસે ખુબ મોટી સંખ્યા માં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં તો પ પૂ ધર્મ ધુરંધર મહા મંડલેશ્વર શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, પ પૂ લાલજી મહારાજ (વડતાલ), પ પૂ ધ ધુ શ્રી રામશરણ દાસજી મહારાજ, પ પૂ ધર્મ ધુરંધર શ્રી ઇન્દ્રજીત મહારાજ, પ્રદેશ અધ્યક્ષ ભરત ભાઈ રાવલ, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ સેવક, મુખ્ય સંગઠક શ્રી અશ્વિન ભાઈ ત્રિવેદી, અમારા માર્ગદર્શક શ્રી પરિમલ ભાઈ પાઠક અને આણંદ જિલ્લા, દાહોદ જિલ્લા, ખેડા જિલ્લા, છોટા ઉદેપુર જિલ્લા ના અધ્યક્ષો, વડોદરા જિલ્લા ના પદાધિકારી ઓ, પ્રદેશ ટીમ ના પદાધિકારીઓ, અને વિશાળ સંખ્યા માં ભૂદેવો ઉપસ્થિતી માં સોવેનીયર નું લોકાર્પણ કર્યું ત્યારે ખુબ મોટી સંખ્યામાં હાજર રહી ભૂદેવો એ એક અનોખો વિક્રમ ગોધરા ખાતે બનાવી દીધો. ત્યારે આખા કાર્યક્રમ ના પ્રણેતા પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટ એ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સંગઠિત થઈ શકે છે અને સાચા બ્રાહ્મણ ની આંખ માં ઝેર નહિ પણ અમૃત હોય છે તે સાબિત કરી દીધું છે.


સાથે જણાવ્યું હતું કે બ્રહ્મ સંગઠન મજબૂત થશે તો દેશ મજબૂત થશે, હિંદુ એકતા મજબૂત થશે, વૈદિક અને સનાતન ધર્મ પણ મજબૂત થશે કારણ કે બ્રાહ્મણ નું કામ ધર્મ સંસ્કૃતિ રક્ષણ અને સંવર્ધન કરવાનું છે, માટે દેશ ના હિત માટે સંસ્કૃતિ ના હિત માટે બ્રાહ્મણો એ સંગઠિત થવું પડશે.
ત્યાર બાદ અખિલેશ્વર દાસજી મહારાજ, લાલજી મહારાજ, રામશરણ દાસજી મહારાજ,ઇન્દ્રજીત મહારાજ, પ્રદેશ અધ્યક્ષ ભરત ભાઈ રાવલ વગેરેએ સંબોધન કર્યું હતું, વિશિષ્ટ સાહીઠ ભૂદેવો ને બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત ભૂદેવો એ ગગન ભેદી હર હર મહાદેવ અને જય જય પરશુરામ ની ગર્જના કરી વાતાવરણ ને ડોલાવી દીધું હતું. છેલ્લે આશિત ભટ્ટે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે જિલ્લા અધ્યક્ષ કાર્તિક ત્રિવેદી અને જિલ્લા મહામંત્રી કુણાલ ત્રિવેદી અને ટીમ પંચમહાલે અદભૂત કામ કર્યું છે. કાર્તિક ત્રિવેદી અને કુણાલ ત્રિવેદી એ મારા જમણા અને ડાબા હાથ બની ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે, આ બે સાથીઓ વગર સફળતા મળવી શક્ય નહોતી તેમ કહી બન્ને પદાધિકારીઓ નું સંતો સાથે સન્માન કરાવ્યું હતું.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here