Home પંચમહાલ જીલ્લો શ્રાવણમાં જુગારીયાઓનું ચાલતું જુગારધામ … , હાલોલમાંથી 14 જુગારીઓ પોલીસને જબ્બે …

શ્રાવણમાં જુગારીયાઓનું ચાલતું જુગારધામ … , હાલોલમાંથી 14 જુગારીઓ પોલીસને જબ્બે …

119
0

હાલોલના વડોદરા રોડ ઉપર આવેલી જાગૃતિ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 14 જુગારીઓ હાલોલ ટાઉન પોલીસના હાથે ઝડપાઇ ગયા છે, જાગૃતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જ્યાં પોલીસે રેડ કરી 03 લાખ 56 હજાર 300 રૂપિયાના મુદ્દામાલ સાથે 14 જુગારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલમાં શ્રાવણીયો જુગાર પુરજોશમાં રમાઈ રહ્યો છે. ત્યારે ખાનગી સ્થળો પર જુગાર રમતા જુગારીયાઓ પર તવાઇ બોલાવી છે. ત્યારે ગત મોડી રાત્રે વડોદરા રોડ ઉપર આવેલ જાગૃતિ સોસાયટી ના મકાન નંબર 34 માં મિતુલ પરીખ કેટલાક જુગારીઓને ભેગા કરી પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી હાલોલ ટાઉન પોલીસને મળતા પોલીસે વહેલી સવારે રેડ કરતા મકાનમાં પત્તા પાનાનો જુગાર રમી રહેલા 14 ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે રેડ દરમ્યાન દાવ ઉપર લાગેલા ₹ 52 હજાર 400, અંગ જડતીમાંથી મળેલા રોકડા ₹ 01 લાખ 23 હજાર 900, મોબાઈલ નંગ -10 જેની કિંમત ₹ 80 હજાર અને ત્રણ મોટરસાયકલ જેની કિંમત ₹ 01 લાખ મળી કુલ 03 લાખ 56 હજાર 300 નો મુદ્દામાલ કબજે કરી 14 જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલોલ ટાઉન પોલીસે વહેલી સવારે તમામ જુગારીઓ ને હાલોલ ટાઉન પોલીસ મથકે લાવી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here