Home કોરોના શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ...

શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો

26
0

ગોધરા:૭ જાન્યુઆરી


ગોધરાની જાણીતી, શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 07/01/2022 ના રોજ કોવિડ19 વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ખુબજ ઉત્સાહ પૂર્વક 225 થી પણ વધૂ વિદ્યાર્થીઓએ કોવિડ 19 રસી મુકાવી હતી. કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના રજીસ્ટાર ડૉ. અનિલ સોલંકીએ ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રોગ્રામનું સમગ્ર મેનેજમેંટ વ્યવસ્થા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા કરાઇ હતી. જેમાં એનએસએસ ના સ્વયં સેવકો દ્વારા રજીસ્ટ્રેશન ઉપરાંત રસી લેનાર વિદ્યાર્થીઑ અને તેમના માતા પિતાને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પણ મદદ કરી હતી. કાર્યક્રમમાં ડૉ. અજય સોની EC મેમ્બર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ડૉ. અભય પરમાર પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ સંતરામપુર , ડૉ. નીતાબેન ગોસાઈ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપા ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો અને રસીકરણને સફળ બનાવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામ નું આયોજન, આસી.પ્રોફેસર બોટની અને પ્રોગ્રામ ઓફિસર એન.એસ.એસ. ડો. રૂપેશ નાકર દ્વારા થયું હતું.

અહેવાલ: કંદર્પ પંડ્યા ગોધરા
Previous articleઆરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા,સઘન ટ્રેસિંગ, ઝડપી ટેસ્ટિંગ, આઈસોલેશનના ચુસ્ત અમલ માટે સૂચના…
Next articleસુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના ૪૦ હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here