Home પંચમહાલ જીલ્લો વેજલપુર થી કાનોડ રોડ પર રેલ્વે ઓવરબ્રિજની કામગીરીની પોલ છતી થઇ….

વેજલપુર થી કાનોડ રોડ પર રેલ્વે ઓવરબ્રિજની કામગીરીની પોલ છતી થઇ….

137
0

પંચમહાલના વેજલપુરથી કાનોડ રોડ પર રેલવે ફાટક પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ છે. છેલ્લા કેટલાય સમયથી આ કામગીરીના લીધે સાઈડ પર રસ્તામા ભંગાણ થયેલ છે. જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતાં વાહન ચાલકો રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. તો રાહદારીઓ ખાડા પુરી રહ્યા છે. ત્યારે આ બધી સમસ્યા વચ્ચે તંત્રના કોઈ જવાબદાર વ્યક્તિ આ રોડ ઉપર જોવા મળતા નથી અને તંત્ર દ્વારા નિષ્કાળજી દેખાઈ રહી છે તો આ અંગે રજુઆત કોને કરવી તેવા સવાલ લોકોમાં ઉદ્ભવ્યા છે.

બીજી તરફ કાલોલ થી ડેરોલ સ્ટેશન માર્ગ પરથી કાનોડ જવા પણ પીંગળી ફાટક પર પણ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. ત્યાં પણ કોઈપણ પ્રકારનું ડ્રાયવર્ઝન આપેલ નથી.જેથી પીંગળી કે કાનોડ જતા રાહદારીઓને  ખંડેવાળ નેસડા બાજુ ફરીને જતા ત્યાં પણ અન્ડરબ્રિજ નાળું ભરાઈ જાય છે.રાહદારીઓ જાય તો ક્યાં જાય??? આર્થિક નુકશાનની સાથે સમય અને પેટ્રોલનો વ્યય થાય છે.તંત્ર દ્વારા આ બાબત ધ્યાને લઇ યોગ્ય નિરાકરણ લાવે  તેની રાહદારીઓ રાહ જોઈ રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here