Home રાજ્ય વરસાદની અસર પાક પર દેખાઇ ….. , શાકભાજીના ભાવ અધધધ…. !!!!

વરસાદની અસર પાક પર દેખાઇ ….. , શાકભાજીના ભાવ અધધધ…. !!!!

161
0

સમગ્ર ગુજરાતભરમાં વરસાદે માઝા મુકી છે ને મૂશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આ ભારે વરસાદની અસર પાક પર પડી રહી છે. જે આપણે જાણીએ છીએ. ત્યારે વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે જમાલપુર APMCમાં લીલા શાકભાજીની રોજની આવકમાં 3 હજાર ક્વિન્ટલ એટલે 3 લાખ કિલોનો ઘટાડો થયો છે. તેથી લીલા શાકભાજીની આવક ઘટતા હોલસેલ ભાવમાં 15 ટકા જ્યારે બહારગામથી આવતા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. APMCના સૂત્રો મુજબ આવક ઘટવાના કારણે થોડા સમય સુધી ભાવમાં વધારો યથાવત રહેશે.

 રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે લીલા શાકભાજીની એપીએમસીમાં ઓછી થઇ છે. જમાલપુર APMCમાં રોજ સરેરાશ 15 હજાર ક્વિન્ટલ લીલા શાકભાજીની આવક થતી હોય છે. પરંતુ વરસાદના કારણે એપીએમસી સુધી ખેડૂતો શાકભાજી લઈને આવી શકતા ન હોવાથી એક સપ્તાહથી શાકભાજીની આવક ઘટી છે. ચોમાસાને લીધે ટામેટામાં ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે લોકોને થાળીમાંથી ટામેટા અદ્રશ્ય થઈ ગયા છે. બટાકા, વટાણા, ફુલાવર, કોબિજ, ગાજર, રીંગણ, જેવી અન્ય શાકભાજી એકાએક મોંઘા થઈ ગયા છે. છૂટક બજારમાં શાકભાજીના ભાવ લગભગ 30થી 45 ટકા ઉપરાંત વધી ગયા છે. પહેલાં 200 રૂપિયામાં થેલી ભરીને શાકભાજી આવતું હતું. એ શાક અત્યારે 500 રૂપિયામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ એક જ સપ્તાહમાં હોલસેલ માર્કેટમાં કિલોએ રૂ.30થી 40 વધી ગયા છે. જેના કારણે છૂટક બજારમાં ટામેટાંનો ભાવ 160થી 200 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કેટલીક હોટેલ અને સ્ટોરાંએ સલાડમાં ટામેટાં આપવાના બંધ કરી દીધા છે. તો કેટલીક હોટેલ અને રેસ્ટોરાં ટામેટાંની જગ્યાએ ટામેટાંની ફ્રોઝન ચટણીનો ઉપયોગ કરી રહી છે.

સમગ્ર રાજ્યમાં પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો ખેતરમો શાક લેવા જઇ શકતા નથી. જેથી APMC સુધી લીલા શાકભાજી આવી શકતા નથી. અન્ય રાજ્યોમાં પણ વરસાદના પગલે રસ્તામાં ગાડીઓ અટવાયેલી છે. લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હજુ જો આવી સ્થિતિ રહેશે તો હમણાં ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here