Home સુરેન્દ્રનગર વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ નુ...

વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ નુ વેચાણ. 18 લાખ થી વધુ આવક…

153
0
સુરેન્દ્રનગર : ૧૧ જાન્યુઆરી

સુરેન્દ્રનગરના વર્ધમાનગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યો થી લઇ દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે.ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષે ખુબ માંગ રહે છે.ત્યારે વઢવાણના મરચાની  સોડમ મહિલાઓના ગૃહ ઉધોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે.વઢવાણના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા આ વઢવાણીયા મરચાને રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉધોગ ચલાવાય છે.આથી હાલ દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ અંગે વર્ધમાન ગૃહ ઉધોગના પન્નાબેન શુક્લએ જણાવ્યુ કે અમારા ગૃહ ઉધોગ દ્વારા વર્ષે દરમિયાન અલગ અલગ પ્રોડક્ટ જેવીકે ખાખરા, પાપડ, અથાણા સહિતની વસ્તુઓ બનાવાય છે.પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે.આ રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય છે.આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં 50 થી 100 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે.આ મરચાની સીઝન દરમિયાન 60,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે.આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે.આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

 

મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક પગભર બનાવવા પ્રયાસ

વર્ધમાનગૃહ ઉધોગના આ રાયતા મરચાના ગૃહ ઉધોગ થકી 50થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના 350 થી 500 જેટલા રૂપીયા કમાય છે.જ્યારે સંસ્થા તરફથી એવી જરૂરીયાત મંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે.જ્યારે તેમને તથા તેમના બાળકોના આરોગ્ય અને બાળકોના અભ્યાસ માટે સંસ્થા કાર્યકરે છે.આ સંસ્થાના વન સ્ટોપ સેન્ટર થકી પીડીત મહિલાઓને મળતી સહાય અને કાનુની મદદ પણ મળતી થઇ છે.

-પન્નાબેન શુક્લ વર્ધમાન ગૃહ ઉધોગ

12 માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પેકીંગ પ્રિઝર્વેશન

વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સયમ સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે.જ્યારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે.અને 12 માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here