Home વડોદરા વડોદરામાં સોલાર રોબોટિક રથમાં સવાર ભગવાન જગન્નાથ ….

વડોદરામાં સોલાર રોબોટિક રથમાં સવાર ભગવાન જગન્નાથ ….

147
0

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની અલગ અલગ શહેર અને વિસ્તારોમાં ભગવાન રથયાત્રાઓ નીકળી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં ઇસ્કોન મંદિર આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. ત્યારે શહેરના નીઝામપુરા વિસ્તારમાં એક પરિવાર દ્વારા સોલાર રોબોટીક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ઓરિસ્સાની રથયાત્રામાં ભગવાન જગન્નાથની સેવામાં લેવાતા ‘નંદીઘોષ’ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો 5 ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ પર આવેલા શ્વેત રંગના ચાર ઘોડાઓને તથા 6 પૈડાઓને રોબોટ સાથે જોડી દઈ રોબોરથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ રસ્સી દ્વારા નહીં પરંતુ, ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરીને રિમોટથી ચલાવવામાં આવે છે.

નિઝામપુરા વિસ્તારમાં રહેતા જય મકવાણા છેલ્લા 9 વર્ષથી રોબોટીક રથયાત્રાનું આયોજન કરે છે, જેમાં નવો પ્રયોગ કરી તેમના દ્વારા આ વર્ષે સોલાર રોબોટીક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર દ્વારા આ રથયાત્રાનું ઘરેથી પ્રસ્થાન કરવામાં આવશે અને પૂજા અર્ચના સહિત સંપૂર્ણ વિધિ કર્યા બાદ આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા જય મકવાણાએ જણાવ્યું કે 9 વર્ષ પૂર્ણ કરી 10માં વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છે. આ વર્ષે રોબોટમાં અમે ફેરફાર કરી સોલાર રોબોટીક રથ બનાવ્યો છે. પ્રકૃતિને બચાવોનો મેસેજ હમેંશાથી રથયાત્રામાં રહેલો છે. આપણે જાણીએ છે કે, જગન્નાથજીની પ્રતિમા અને રથ કાંસનું છે. જેમાં પણ પ્રકૃતિ બચાવવાનો મેસેજ હોય છે. જેટલા વૃક્ષ કપાય છે. એટલા જ વૃક્ષો તે લોકો દર વર્ષે વાવે છે અને તેમનો ઉછેર કરી તેનો જ ઉપયોગ આવનારા ભવિષ્યમાં કરવામાં આવતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here