લીંબડી ગ્રામ્ય વિસ્તારના કટારિયા ગામે મહિલાઓને સાડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કીરીટ સિંહ રાણા સાથે લીંબડી ગ્રામ્ય મંડળના પ્રભારી જિજ્ઞા પંડ્યા સહિત ભાવેશ મકવાણા તેમજ મંડળ પ્રમુખ દસરથસિંહ રાણા ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિક્રમ ભાઈ વડેખણિયા, જિલ્લા સદસ્ય લાલજી કમેજળીયા, મહામંત્રી ગોવીદભાઈ લકૂમ, મહામંત્રી કરશનભાઈ મેટાલિયા, યુવા મોરચા પ્રમુખ વનરાજ સિંહ બોરાણા, મહામંત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત પરનાળીયા, એ ડી વારૈયા, ઈસૂબ વારૈયા , સંજય અમદાવાદીયા, બાબભા ગઢવી, રઘુ ભાઈ, ગામ ના આગેવાનો સાથે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.