Home સુરેન્દ્રનગર લીંબડી નગરપાલિકા પ્રમુખ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખે સંભાળ્યો ચાર્જ

લીંબડી નગરપાલિકા પ્રમુખ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખે સંભાળ્યો ચાર્જ

86
0

લીંબડી નગરપાલિકાના પ્રમુખ બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા માટે 15 દિવસ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખ ગીતાબેન મકવાણાએ ઈન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ અને વિવાદોથી દૂર રહી શહેરના વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું એ જ મારો ધ્યેય છે. ઈન્ચાર્જ પ્રમુખને અભિનંદન પાઠવવા માટે ગૌણસેવા પસંદગી મંડળના પૂર્વ પ્રમુખ પ્રકાશ સોની, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

Previous articleઆણંદના સીટી બસ સ્ટેશન પાસે હોર્ડીંગ્સ પર યુવતી ચડી જતાં અફડાતફડી મચી
Next articleરાજ્યના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here