ક્ચ્છ : 27 ફેબ્રુઆરી
વિશ્વ પ્લસ પોલીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દરમિયાન દરેક સ્થળે પોલીયો ના ટીંપા જન્મ થી પાંચ વર્ષ ના બાળકો ને આપવામાં આવે છે આ ટીંપા ના લીધે બાળક પોલીયો ના લીધે અપંગ ના બને તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પોલીયો નાબૂદ કરવા માટે બીડું ઝડપ્યું છે તે નિમિત્તે પૂર્વ કચ્છ ના રાપર તાલુકામાં આજે કુલ 33743 બાળકો ને પોલીયો ના ટીપાં આપવામાં આવે છે જેના માટે 161 બુથ પર 684 કર્મચારીઓ દ્વારા 370 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તો રાપર શહેરમાં 23 સ્થળ પર 4715 બાળકો ને ટીંપા આપવામાં આવેલ છે ઉપરાંત કુલ ઘર 44627 મા 28/2/2022 તા. 1/3/2022 ના ટીમો દ્વારા પોલીયો ટીંપા આપવામાં આવશે રાપર તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાંસઠ સબ સેન્ટર તેમજ 274 આંગણવાડી કેન્દ્રો પર પોલીયો ની કામગીરી હાથ ધરવામાં આવી છે
આજે હાથ ધરવામાં આવેલ કામગીરી દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ તાલુકા હેલ્થ ઓફિસર ડો રોય રામજી ભાઈ પરમાર ડો. કપિલ પટેલ ડો. ભુમિકા મહેરા ડો. નિલમ આહિર વેણુ વડવાઈ મનિષા કટારીયા નવિનભાઈ પરમાર દિનેશ મકવાણા કરશન પરમાર ભાવેશ પટેલ વિગેરે એ કામગીરી હાથ ધરી હતી