Home Trending Special રાજ્યમાં IPS અધિકારીઓની ‘જમ્બો’ બદલીઓ થવાની શક્યતા ….

રાજ્યમાં IPS અધિકારીઓની ‘જમ્બો’ બદલીઓ થવાની શક્યતા ….

251
0

રાજ્યમાં ઘણા લાંબા સમયથી પેન્ડીંગ IPS અધિકારીઓની બદલીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે શનિવાર સુધીમાં રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઇ રહી છે.

ગુજરાતમાંથી ૨૦ જેટલા SP , 9 જેટલા રેન્જ IGની બદલીઓ થવાની સંભાવના છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ બદલીઓ થવાના ભણકારા લોકોને વાગી રહ્યા છે. જોકે રાજકોટ અધિકારીઓ પણ ‘પોતાના’ ઑર્ડરની રાહમાં હોવાનો ગણગણાટક થઇ રહ્યો છે. સુરત-અમદાવાદને લઈને ગુંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયાનો વરતારો છે. આ બદલીઓમાં રાજકોટ અને ગાંધીનગરનો પણ ‘રાઉન્ડ’ હોવાનું સૂત્રો નિશ્ચિત માની રહ્યા છે. ત્યારે અહીંથી અધિકારીઓની બદલી આવે છે કે પછી તમામ યથાવત રહે છે તેના પર રાજકોટ અને ગાંધીનગરના પોલીસ બેડાની બાજ નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here