Home સુરેન્દ્રનગર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ

139
0
સુરેન્દ્રનગર : 18 ફેબ્રુઆરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો રજીસ્ટ્રેશન કરટેન રાઈઝર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટ, વિવિધ રમત-ગમત અધિકારીઓ, કોચ તેમજ  ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં.


આ ઓનલાઇન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટ અને  ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓને  સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને આ સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તેવો અનુરોધ પણ કર્યો હતો.
ખેલ મહાકુંભ એ ગ્રામ્ય તેમજ શહેરી ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌવત ઝળકાવવાની તક પુરી પાડે છે. ખેલ મહાકુંભ થકી અનેક ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી દેશને રમત ગમત ક્ષેત્રે નામના અપાવી રહ્યા છે.


આ તકે અગ્રણી જગદીશભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, જિલ્લા આયોજન અધીકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધીકારી , જિલ્લા રમત ગમત સિનિયર કોચશ્રી તેમજ જુદા જુદા સ્પોર્ટ્સના કોચ અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here