Home રાજકોટ રાજકોટમાં ST બસની અનિયમિતતાને લઈને ABVP નું આવેદનપત્ર ….

રાજકોટમાં ST બસની અનિયમિતતાને લઈને ABVP નું આવેદનપત્ર ….

142
0

રાજકોટમાં GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા જેતપુર ST બસ સ્ટેશનને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આપવામાં આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ ST બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરી હતી. જોકે જેતપુરના ST તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર ST બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા. તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અહેવાલ – દિનેશ રાઠોડ જેતપુર ,રાજકોટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here