Home Trending Special રથયાત્રા કેવી રહી ? … દરિયાપુરમાં દુર્ઘટનામાં એકનું મોત … CM એ...

રથયાત્રા કેવી રહી ? … દરિયાપુરમાં દુર્ઘટનામાં એકનું મોત … CM એ સહાયની જાહેરાત કરી …

93
0

અષાઢી બીજ એટલે 20 જૂનના દિવસે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ત્યારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજીનો રથ નિજ મંદિર પરત ફરતા મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર ઉમટી પડ્યા હતા. જોકે, આ દરમિયાન પહેલા ભગવાન જગન્નાથજીના રથનું હેન્ડ તૂટી જતા ખલાસીઓ દ્વારા દોરડા ખેંચી રથને આગળ વધારવામાં આવ્યો હતો. જેના કારણે ભગવાન બલરામજીનો રથ અડધો કલાક મોડો એટલે કે નવ વાગ્યે ભગવાન બલરામજીનો રથ નિજ મંદિર પરત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન દરિયાપુર કડિયાનાકા પાસે દુર્ઘટના સર્જાઇ હતી. મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 7 બાળક સહિત 31 ભાવિકોને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા

ત્યારે આ દુર્ઘટનાને પગલે ભુપેન્દ્ર પટેલે એક ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here