Home મોરબી મેરુપરમાં આજે રાત્રે મોગલમાંના મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરો યોજાશે

મેરુપરમાં આજે રાત્રે મોગલમાંના મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરો યોજાશે

220
0
હળવદ : 29 એપ્રિલ

મેરુપર ગામે આવેલ મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતો-મહંતો સહિત અનેક રાજકીય આગેવાનો હાજરી આપશે.આ લોકડાયરામાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું તા.29ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે મોગલધામ મંદિર,મેરુપર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

અહી યોજાનાર લોકડાયરામાં લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ,ભજનના આરાધક જયમંતભાઈ દવે,લોક ગાયીકા રેખાબેન વાળા,સ્ટેજ સંચાલક પી.વી.જાદવ અને ભજનિક પ્રિતેશભાઇ દવે ઉપસ્થિત રહેશે.

આયોજક મોગલધામ મેરુપર ટ્રસ્ટ તથા મોગલછોરું-04 ટીમ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં આઈ દેવલમાં,આઈ લક્ષ્મીમાં,વચ્છરાજ બેટના પ્રમુખ ચૌહાણ લખમણબાપુ,બાવળીયાળીના રામબાપુ અને દુધઇધામના રામબાપુ હાજર રહેશે. સાથે જ અનેક રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે

અહેવાલ: બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here