Home ક્ચ્છ મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રીય યુવકની હત્યાનો...

મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રીય યુવકની હત્યાનો કેસ જલ્દી ઉકેલવામાં આવે તે માટે DYSP ને આવેદન આપવામાં આવ્યું

98
0
ક્ચ્છ : 8 ફેબ્રુઆરી

મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજ ના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો આજે એકત્ર થયા હતા થોડા દિવસો પૂર્વે મુન્દ્રા ખાતે દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા નામના યુવાનની હત્યા થવા પામી હતી.જે બનાવ નો આજ દિન સુધી ભેદ ઉકેલાયો નથી જેને લઇને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અત્યાર સુધી જો ભેદ ન ઉકેલાય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે આજે પોલીસ મથકની બહાર મુન્દ્રા ના ગ્રામજનો પણ એકત્ર થયા હતા તેમજ આ બનાવનો તાકીદે ભેદ ઉકેલવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી

આજે ડી.વાય.એસ.પી.જે.એન.પંચાલને આવેદન આપવામાં આવ્યું હતું.દસ દિવસમાં ભેદ નઈ ઉકેલાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે

અહેવાલ: મોહમ્મદ સલીમ સમાં.મુન્દ્રા.ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here