Home Trending Special દુનિયામાં માનવતા મરી પરવારી નથી, હજુ દુનિયામાં માનવતાની મહેક પ્રસરતી જોવા મળે...

દુનિયામાં માનવતા મરી પરવારી નથી, હજુ દુનિયામાં માનવતાની મહેક પ્રસરતી જોવા મળે છે…

124
0

જૂનાગઢ: ૧૧ જાન્યુઆરી


માંગરોળ ના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ તા.10.1.2022 ના રોજ બપોરના સમયે માંગરોળના લીમડાચોક જેવા ભરચક વિસ્તાર માંથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ યુવાનને અચાનક ચકકર આવતા યુવાન પડી ગયો હતો ને કપાળ ના ભાગે લોહી વહેવાનું ચાલુ થઈ ગયુ હતું આ દ્રશ્ય જોઈ મોબાઇલની દુકાન ધરાવતા અને હર હમેંશ કોઈપણ સેવાકીય પ્રવુંતીમાં આગળ રહી સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા હોય છે એવા કામીલભાઈ ઇબ્રાહીમભાઇ એક મીનીટનો પણ સમય ઘવાયા વિના કે કાઈ પણ વિચાર કર્યા વિના પોતાની પ્રિન્સ મોબાઈલ નામની દુકાન ખુલ્લી છોડી આ યુવાન ની વહારે આવ્યા હતા. સહુ પ્રથમ આ સેવાભાવી કામીલભાઈએ પોતે આ યુવાનને ઓળખતા ન હોવા છતાં પણ તેઓએ તાત્કાલિક આ યુવાનને પ્રાથમિક સારવાર અપાવી આ યુવાનનું વહેતુ લોહી બંધ કરાવવા માટે પ્રાથમિક સારવાર અપાવી પ્રિન્સ મોબાઈલ નામની પોતાની દુકાને બેસાડી પોતાની દુકાનમાં પાણી હોવા છતાં પણ આ યુવાન માટે બહારથી પાણી મંગાવી પીવડાવેલ અને થોડી વાર બેસાડી તેમના પરિવાર ના મોબાઈલ નંબર મેળવી આ યુવાનના પરિવારને જાણ કરી બોલાવી લઈ તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી હોસ્પિટલ ખાતે પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. મંગરોલમાં પ્રિન્સ મોબાઈલ નામની દુકાન ધરાવતા ખુબજ સેવાભાવી થાયાણી પરિવારના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી એવા કામિલભાઈ કે જેવો દ્વારા અનેક નિસ્વાર્થ સેવા કાર્યો કરવામાં આવ્યા છે કોરોના ના કપરા સમયમાં પણ તેઓ દ્વારા અનેક લોક ઉપયોગી સેવા કર્યો કરવામાં આવ્યા હતા આ ધરતી પરથી હજુ પણ માનવતાને ભાઈચારો અને લાગણી સ્નેહ દયા પરોપકારની સરવાણીનુ ઝરણુ વહેતુ જ રહે છે. માંગરોળના કોહિનુર હિરા સમાન કામિલભાઈ થાયાણી કે જેઓ જરૂરિયાત મંદ લોકોને અવારનવાર નિસ્વાર્થ ભાવે મદદ પણ કરતા રહેતા હોય છે. કામીલભાઈ ની વિશેષતા એ છે કે જમણા હાથે દાન આપે છે પણ ડાબા હાથને પણ ખબર પડવા દેતા નથી કોઈ નામ પબ્લિસિટી નો મોહ કોઈ દિવસ રાખયો નથી અને ચૂપ ચાપ નિસ્વાર્થ ભાવે સેવાઓ  કરી પોતાનું કાર્ય કરે છે આવ વ્યક્તિઓ ની દિલદારી જોઇને લાગે છે કે હજુ દુનીયામાં માનવતા મારી નથી!


અહેવાલ:વૈશાલી કગરાણા,જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here