મહેસાણા: ૧૭ જાન્યુઆરી
મહેસાણા જિલ્લામાં રહેતા ઈરફાનભાઈ મીર કે જેઓ મહેસાણા પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે સાથે જ એક પ્રેરણાદાયી પિતાની ફરજ પણ તેઓએ અદા કરી બતાવી છે .. ઇરફાનભાઈ મીરની દીકરી તસનીમ મીર પોતાના પિતા અને પરિવારના સહયોગ થી 7 વર્ષની ઉંમરે બેડમિન્ટની રમત સાથે જોડાઈ આજે વિશ્વ ફલક પર આ રમતમાં અન્ડર 19 જુનિયર કેટેગરીમાં પોતાની 16 વર્ષની ઉંમરે પ્રથમ રેન્ક મેળવી વિશ્વ સ્તરે રેન્ક મેળવનાર ભારતની પ્રથમ ખેલાડીનો દરજ્જો હાંસલ કર્યો છે..
તસનીમ મીરે પોતાના પિતા પોકોર્સ વિભાગમાં હોઈ કસરત અને રમત ગમત માટે ગ્રાઉન્ડ પર જય ત્યારે તેમની સાથે જતી અને એક કલબમાં બેડમિન્ટનની રમતને જોતી ત્યાં જોત જોતામાં તેને પિતા પાસે આ રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરતા પિતાએ તેને બેડમિન્ટનની રમત શીખવી હતી અને ધીરે ધીરે એક 7 વર્ષની તસમીન એક સારી ખેલાડી તરીકે ઉભરી આવી નાનામાં નાની બેડમિન્ટન સ્પર્ધા થી લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા પોતાના અગવા કૌશલ્ય થી સતત વિજય મેળવી પિતા ઇરફાનભાઈ અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું જે બાદ તેને પરિવાર અને રાજ્ય સરકારના સહયોગ થી રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી આજે વિશ્વ રેન્કમાં સ્થાન મેળવી બતાવ્યું છે
તસમીન મીર એ બેડમિન્ટનમાં પોતાની એક પછી એક સફળતા મેળવી અત્યાર સુધીમાં 20 નેશનલ સહિત 625 ટાઇટલ ઇન્ટરનેશનલ સ્તરે પ્રાપ્ત કરી બતાવ્યા છે તેમને વિવિધ કક્ષાની અને કેટેગરીની બેડમિન્ટન સ્પર્ધામાં ગણા બધા સર્ટિફિકેટ્સ, મેડલ અને શિલ્ડ છે પ્રાપ્ત થયેલ છે જે તેમની આ સફળતાઓ માટેની સીધું જ એક નજરાણું જોવા મળી રહ્યું છે
તસનીમ મીર માત્ર 16 વર્ષની આયુમાં બેડમિન્ટ રમતમાં વિશ્વમાં નામના મેળવી છે જે માટે તે નિત્યક્રમ મુજબ ખોરાક પાણી સહિતના ફૂડનું સેવન કરવામાં ધ્યાન આપે છે સાથે તે ડાયટ કરી રોજે રોજ 7 કલાક જેટલી આ રમતમાં પ્રેક્ટિસ કરે છે તેને 7 વર્ષની ઉંમર થી અત્યાર સુધીનું જીવન મોટાભાગે બેડમિન્ટની રમત અને પ્રેક્ટિસ માટે ફાળવ્યું છે.વિશ્વ ફલક પર પ્રથમ રેન્ક મેળવનાર તસનીમ આગામી મહિનામાં ઈરાન અને યુગાન્ડા ખતેની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં સિનિયર કેટેગરીમાં ભાગ લઈ નવી સિદ્ધિ હાંસલ કરવા ડગલું માંડી રહી છે તેને આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાના સ્વદેશ ભારત માટે પોતાનું આગવું પર્ફોમન્સ રજૂ કરી વિજય મેળવવા ઈચ્છા વ્યક્ત કરી છે