કૌભાંડી કિરણ પટેલને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ ગુજરાત લાવી રહી છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતો કિરણ સામાન્ય કેદીની જેમ પોલીસ ડબ્બામાં ગુજરાત લવાઈ રહ્યો છે. મહાઠગ કિરણ પટેલનો કબજો ક્રાઇમ બ્રાન્ચે લીધો છે. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. સાંજના કે મોડી રાત સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ મહાઠગ કિરણને લઇને અમદાવાદ પહોંચી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો ગુરુવારે જ કબજો લઈ લીધો હતો
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનારા મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. આ અંગે જમ્મુ અને કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યુ કે પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે
ખોટી ઓળખ બતાવી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો હતો મહાઠગ કિરણ પટેલ. PMOના અધિકારી તરીકેની ઓળખ ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડર પહોંચી ગયો હતો. આ કાંડ બાદ એક પછી એક કિરણ પટેલના કૌભાંડ બહાર આવવા લાગ્યા