Home ક્ચ્છ ભુજમાં ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી કોઈ અજાણ્યા ઈસમોએ પ્રતિમા પર પાપા...

ભુજમાં ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી કોઈ અજાણ્યા ઈસમોએ પ્રતિમા પર પાપા લખી દેતા ભારે ચકચાર મચી ગઇ છે

21
0
ભુજ : 9 ફેબ્રુઆરી

ભુજ શહેરના હમીરસર કાંઠે આવેલી ગાંધીજીની પ્રતિમા સાથે અવારનવાર ચેડાં થતા હોય છે અગાઉ ચશમાં ચોરી જવા,અંગૂઠો તોડી જવો,કલરના પિછા મારવા સહિતની ઘટનાઓ બની ચુકી છે ત્યારે હવે ટીખળખોરોએ તમામ હદ વટાવીને ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી અંગેજીમાં પાપા લખી ગયા છે.બનાવની જાણ થતા નગરપાલિકાએ પ્રતિમાની સફાઈ કરાવી હતી.અગાઉ ભુજ નગરપાલિકાએ રૂ.5 લાખના ખર્ચે નવી પ્રતિમા અને તેની ફરતે કાચનું સોકેશ લગાવવાનું નક્કી કર્યું હતું જોકે આ વાતો માત્ર જાહેરાત સુધી જ સીમિત રહેતા વારંવાર ગાંધીબાપુ અપમાનિત થઈ રહ્યા છે.નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે કોઈ વ્યક્તિએ જાણી જોઈને આ કૃત્ય આચર્યું છે કોઈ પાગલ વ્યક્તિનું કામ નથી.આ બનાવ અંગે પોલીસમાં જાણ કરીને સીસીટીવી ચકાસવામાં આવ્યા છે અને હાલમાં પ્રતિમાને લોક કરવામાં આવશે

અહેવાલ:ભુજ
Previous articleહળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે ઘાયલ
Next articleલીંબડી જૈન સમાજે TMCના સાંસદની ટિપ્પણીના વિરોધમાં આવેદન આપ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here