Home ભાવનગર ભાવનગર શહેર નજીક આવેલા નાના એવા નારી ગામના રામજી મંદિરના મહંતની માનવતા...

ભાવનગર શહેર નજીક આવેલા નાના એવા નારી ગામના રામજી મંદિરના મહંતની માનવતા મહેકી

220
0
ભાવનગર : 28 ફેબ્રુઆરી

કોરોનમાં લોકોના અવસાન થયા બાદ અંતિમવિધિ માટે થયેલી મુશ્કેલી થી ભાવનગર શહેર નજીક આવેલા નાના એવા નારી ગામના રામજી મંદિરના મહંતની માનવતા મહેકી…..નારી ગામે આવેલા રામજી મંદિર મહંત ગોપાલદાસજી દ્વારા નારી ગામના લોકોની સુવિધા માટે મંદિર ખાતે પોતાના ખર્ચે રૂપિયા 12 લાખનો રામરથ ખરીદી આપવામાં આવ્યો. અને ગામમાં કોઈપણનું અવસાન થાય તો અંતિમવિધિ માટે વિનામુલ્યે આપવામાં આવે છે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સમગ્ર દેશ સાથે રાજ્યમાં અનેક લોકોના અવસાન થયા હતા. લોકોના મોતનો આંક ખુબ જ મોટો પહોંચ્યો હતો. ત્યારે ભાવનગરમાં પણ શહેર જિલ્લામાં અનેક લોકોના મોત થયા હતા. અને જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ પાટિસ્થિતિ ખુબ વિકટ બની હતી. એક તરફ મોક્ષમંદિરમાં લાકડાઓની અછત પડી હતી ત્યારે બીજી તરફ ઇલેક્ટ્રિક અને ગેસની ભઠ્ઠીઓ પણ પીગળી ગઈ હતી. મૃતદેહને લઇ જવા માટે એમ્બયુલેન્સ પણ મળતી ન હતી. જે દ્રશ્યો ખુબ જ ભયાનક હતા. તેવા સમયમાં ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામે પણ કોરોના થી અનેક લોકોના મોત નીપજ્યા હતા. અને લોકોને મોક્ષ મંદિર લઇ જવા ટ્રેકટર, બાળદ ગાડી અને અન્ય વાહનોનો ઉપયોગ કરવા છતાં લોકોને લઇ જવા રાહ જોવી પડતી હતી.

સમગ્ર પરિસ્થિતિ જોઈ નારી ગામે આવેલા રામજીમંદિરના મહંતની માનવતા મહેકી હતી. અને મહંત ગોપાલદાસજી દ્વારા પોતાના ખર્ચે રૂપિયા 12 લાખના ખર્ચે આધુનિક રામરથ ખરીદવામાં આવ્યો હતો. આ રામરથ નારી ગામના કોઈપણ જ્ઞાતિના લોકોનું અવસાન થાય તેને અંતિમવિધિ માટે વિનામુલ્યે આપવા આવે છે. જેમાં ડીઝલનો ખર્ચ પણ લેવામાં આવતો નથી. કોરોના બાદ લોકોને પડેલી મુશ્કેલી બાદ ગામ લોકોની હાલત જોઈ મહંત ગોપાલદાસજી દ્વારા કરાયેલા આ કાર્યને લોકો દ્વારા આવકાર દાયક ગણાવ્યો હતો. જયારે મહંત દ્વારા જણાવ્યું કે નારી ગામે કોઈપણ લોકોને આ રામરથની જરૂર ન પડે તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી રહ્યા છે. પણ જે જન્મ મરણ જીવનની એક સાયકલ છે અને જે થવાની જ છે. માટે તેમના ગુરુના આશીર્વાદ થી સદવિચાર આવતા રામરથ લેવાની પ્રેરણા મળી અને આ રામરથ નારી ગામના લોકોને અર્પણ કર્યો છે.

 

અહેવાલ:  અલ્પેશ ડાભી , ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here