Home અમદાવાદ ભગવાન પહોંચ્યા મામાના ઘરે …. રથયાત્રા સરસપુર પહોંચી … મોસાળની પોળો ઉભરાઇ...

ભગવાન પહોંચ્યા મામાના ઘરે …. રથયાત્રા સરસપુર પહોંચી … મોસાળની પોળો ઉભરાઇ …

152
0

આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળ્યા. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ત્યારે ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી રહી છે. રથયાત્રા હાલ સરસપુર પહોંચી છે. નિયત સમય કરતાં અડધો કલાક રથયાત્રા મોડી પહોંચી છે. ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી ભાણેજને આવકારવા વાતાવરણ ભક્તિમય બનાવી દીધું છે. સરસપુરમાં અખાડા જોવા ભાવિકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. ત્યારે ગરમીથી રથયાત્રીઓ પર પોળના લોકોએ પાણી વરસાવ્યું હતું. મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મોસાળમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે. સરસપુરની પોળો ભાવિકોથી ઊભરાતાં ઠેર ઠેર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યું છે તેમજ ‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’, ‘જય જગન્નાથ’ના નાદથી સરસપુર ગુંજી ઊઠ્યું છે. જ્યારે ગજરાજો સરસપુરથી રવાના થયા છે. ભજન મંડળી કોર્પોરેશન ઓફિસ પહોંચી છે. હાલ રથ વૈશ્યસભાથી આગળ વધ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ખાડિયા વિસ્તાર અને કોર્પોરેશન બહાર લોકો આતુરતાથી ભગવાનના આગમનની રાહ જોઈને રસ્તાની બન્ને બાજુ ઉભા રહી ગયા છે. તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ ભગવાનને આવકારવા આવી પહોંચ્યા છે. ભગવાનના દર્શન કરવા ઘર, કોમ્પલેક્સની અગાસી પર લોકો લાઇનબદ્ધ જોવા મળ્યા છે. અનેક યુવક મંડળ, ક્લબ અને પ્રસાદના ટ્રકો સાથે યાત્રા આગળ વધી રહી છે. ટ્રકમાં બાળકોથી માંડી વડીલો સુધીના ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો પર ચોકલેટનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. સરસપુરમાં પઢારની ચાલીમાં જય મિત્ર મંડળ દ્વારા ભાવિકોને નાસ્તો કરવામાં આવી રહ્યો છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી નાસ્તો કરવામમાં આવી રહ્યો છે. નાસ્તો કરવા ભાવિકો ઉમટી પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here