Home Other બોરસદ એક્સેલેન્ટ સ્કુલ પાસે અકસ્માતમાં એક યુવાનનું મોત

બોરસદ એક્સેલેન્ટ સ્કુલ પાસે અકસ્માતમાં એક યુવાનનું મોત

348
0

બોરસદ તાલુકાના સીંગલાવ ગામનો વિદ્યાર્થી કોલેજથી પરત ફરતા સમયે અકસ્માત સર્જાતા મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલિસ દ્વારા અજાણ્યા શખસ સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાને લઈને વિદ્યાર્થીના પરીવાર અને ગામમાં શોકમય વાતાવરણ વાપ્યું છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સીંગલાવ ગામનો રહેવાસી અર્જુન સિંહ મહિડાનો ભત્રિજો દિવ્યરાજ સિંહ ધર્મજ ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતો હતો. 21ના રોજ બપોરના 1 વાગ્યે બાઈક પર કોલેજથી પરત ફરતા દિવ્યરાજ સિંહનો (ઉ.વ. 19) એક્સેલેન્ટ સ્કુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. વાહન ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહયો હતો તે દરમિયાન સંતુલન ગુમાવતા બાઇકને અડફેટે લીધી હતી. આ અંગે ઈજા પહોચતા શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા બોરસદ રૂરલ પોલિસ દ્વારા અજાણ્યા શખસ સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : હેમાંગી સોલંકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here