મહેસાણા : 22 જાન્યુઆરી
મહેસાણા જિલ્લામાં ખેતી અને પશુપાલન બે મુખ્ય વ્યવસાય રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની જીવ દોરી સમાન આ બન્ને વ્યવસાય માટે પાણીની મુખ્ય જરૂરિયાતો રહેતી હોય છે. જોકે તાજેતરમાં બેચરાજી તાલુકામાં ખેડૂતો માટે રવિ સિઝનનું વાવેતર પડ્યા પર પાટુ વાગવા સમાન બન્યું છે. એક તરફ બેચરાજી તાલુકાના ખવડુતોને ખાતર પૂરતું મળતું નથી, ત્યાં બીજી તરફ ખાતરમાં બીજજરૂરી વસ્તુઓ ખરીદવા ખેડૂતોને મજબૂર કરી વધુ પૈસા પડાવાતા હોવાની ઘટના પણ સામે આવી હતી અને હવે અહીંના ખેડૂતોને પાક ઉગ્યો છે .પણ સિંચાઈ માટેના પાણી માટે ફાંફા પડી રહ્યા છે.
બેચરાજી તાલુકાના લગભગ 70 જેટલા ગામોના ખેડૂતોએ રવીસીઝનના વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે. પરંતુ પાકને જરૂરી સિંચાઈના પાણી ન મળતા પાક નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ત્યારે તાલુકા માંથી પસાર થતી રૂપેણ, પુષ્પાવતી અને ખારી નદીમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે..
બેચરાજી તાલુકો જિલ્લાના છેવાળાનો તાલુકો હોઈ ત્યાંના ખેડૂતોની સમસ્યા સરકારના કાને ઓળતા હેમશા વાર લાગતી હોય છે. ત્યારે બેચરાજી વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારસભ્ય દ્વારા પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પત્ર લખી સરકારને ખેડૂતોની માંગ પુરી કરવા રજુઆત કરવામાં આવી છે, મહત્વનું છે કે ખેડૂતોના પાકને સિંચાઈનું પાણી ક્યારે અને કેવી રીતે મળશે કે કેમ…?