Home પંચમહાલ જીલ્લો બાળકની ઓળખ આપનાર કે તેના હત્યારાની ઓળખ આપનારને પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી...

બાળકની ઓળખ આપનાર કે તેના હત્યારાની ઓળખ આપનારને પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી રૂપિયા 25,000/- ઇનામ

132
0
ગોધરા :  17 માર્ચ

મરણ જનાર બાળકની ઓળખ આપનાર કે તેના હત્યારાની ઓળખ આપનારને પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી રૂપિયા 25,000/- ઇનામ આપવામાં આવશે તેમજ ઓળખ આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરખડી ગામના તળાવમાંથી *એક બાળકની બિનવારસી લાશ મળી આવેલ હતી જેનું વર્ણન નીચે મુજબ છે

1. મરણ જનારનું નામ:– નામ સરનામું જાણવા મળેલ નથી

2.ઉમર:– આશરે 5 વર્ષ

3.બાંધો:– મધ્યમ, વાળ બોય કટ ટૂંકા છે

4. મરણ ગયા તારીખ સમય :-
તા.29/9/2021 કલાક 18:00 ના 48 કલાક પહેલાના કોઈપણ સમય દરમિયાન
5. ગુનાનુ સ્થળ :-
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરખડી ગામે તળાવમાં

6.શરીરે પહેરેલ કપડા :- કાળા કલરનુ ટીશર્ટ તથા કાળા કલરની ની ચડ્ડી તથા પગમાં લાલ, વાદળી પટ્ટી વાળા સેન્ડલ

 

રાજગઢ પોલીસ સ્ટેશન : 

ટે.નંબર:- 02678 244633,  M.no.97278 01947

પંચમહાલ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ રૂમ ટે.નંબર :-

02672 242504

 


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here