Home પાટણ બહુમાળી બિલ્ડિંગમાં આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ડેમોસ્ટ્રેશન યોજાયું…..

બહુમાળી બિલ્ડિંગમાં આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ડેમોસ્ટ્રેશન યોજાયું…..

191
0
પાટણ : 14 ફેબ્રુઆરી

બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં ફસાયેલા લોકોને નેટ દ્વારા કઈ રીતે બચાવી શકાય તે માટે નું ડેમોસ્ટ્રેશન પાટણ નગરપાલિકા ખાતે ચીફઓફિસર ના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગના કર્મચારીઓએ પ્રથમ માળે થી છલાંગ લગાવી પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું

ગુજરાતના કેટલાક શહેરોમાં બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગવાની ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડીંગ ઉપરથી મોતની છલાંગ લગાવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી છે. જેમાં કેટલાય લોકોના મોત થાય છે ત્યારે આવી આકસ્મિક આગ ની ઘટના વધુમાં વધુ જિંદગીઓ ને બચાવી શકાય તે માટે સરકાર પણ સક્રિય બની છે અને રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આકસ્મિક આગ ના સમયે લોકોને સરળતાથી બચાવી શકાય તે માટે એક ખાસ પ્રકારની નેટ આપવામાં આવી છે. જે અંતર્ગત પાટણ નગરપાલિકા ને પણ તાજેતરમાં સરકાર દ્વારા આ નેટ આપવામાં આવી છે ત્યારે બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં પ્રથમ માળેથી લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પાટણ નગરપાલિકા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં ફાયર વિભાગના કર્મચારીઓએ પ્રથમ માળે થી પ્લાસ્ટિકની નેટ ઉપર છલાંગ લગાવી પ્રત્યેક્ષ નિદર્શન કર્યું હતું

અહેવાલ :  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here