Home સુરેન્દ્રનગર ટેક્સની નિયમિત વસુલાત કરતી લીંબડી નગરપાલિકા સફાઈ કરાવવામાં નિષ્ફળ…

ટેક્સની નિયમિત વસુલાત કરતી લીંબડી નગરપાલિકા સફાઈ કરાવવામાં નિષ્ફળ…

55
0
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી

લીંબડી વોર્ડ નં.૭ વિસ્તારમાં છેલ્લાં ૧૦ દિવસથી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો રજા ઉપર હોવાથી સફાઈ ન થતાં સ્થાનિકો રોષે ભરાયા હતાં. રાજ્યમાં હમણાં કોરોના ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લીંબડી વોર્ડ નં.૭ છેલ્લાં ૧૦ દિવસથી સફાઈ ન થતાં જાહેર રસ્તા પર કચરાના ઢગલા પડેલાં હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. જેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચીંકનગુનીયા વગેરે રોગો થવાની લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે હાઉસ ટેક્સ વસૂલવામાં આવે છે. પરંતુ અવારનવાર સફાઈ કામદારો રજા પર ઉતરી જાય છે. જેને કારણે સફાઈ થતી નથી અને પાલિકા દ્વારા બીજા સફાઈ કામદારો મૂકવામાં આવતાં નથી. પરંતુ ન.પાલિકા નું વાહન કચરો લેવા આવે છે. જે માત્ર મેઈન રોડ પરથી આવીને જતું રહે છે. અનિયમિત સમેયે આવવાના કારણે શેરીના વિસ્તારોમાં રહીશોને ખબર રહેતી નથી અને ધરમાં ડસ્ટબીન માં કચરો રહે છે. છેલ્લા ૧૦ દિવસ સુધી કોઈ સફાઈ કામદારો આવતાં નથી. વોર્ડ. નાં સભ્યો પણ આખ આડા કાન કરીને તમાશો જોયા કરે છે. જ્યારે નાના મોટા કાયૅક્મો કરી માત્ર ફોટોગ્રાફિ કરી ને ફર્યા કરતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે નગરપાલિકા નાં પ્રમુખ બેલાબેન વ્યાસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે કામદારો નો સ્ટાફ ના હોવાથી તકલીફ પડે છે. ત્યારે સ્થાનિકો જણાવ્યું હતું કે રેગ્યુલર સફાઈ કામદારો રજા પર હોય તો અન્ય કામદારો દ્વારા એક દિવસ નઈ અને એક દિવસ સફાઈ કરાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર
Previous articleસોમનાથ મંદિરે વર્ષ 2021 દરમ્યાન 52.68 લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા…
Next articleથાનગઢ જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીકતત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here