Home પેટલાદ પેટલાદ તાલુકાના ઇસરામા ખાતે બાગાયતી કૌશલ્‍ય વર્ધન સ્‍વરોજગારલક્ષી નિવાસી તાલીમ કાર્યક્રમ સંપન્ન

પેટલાદ તાલુકાના ઇસરામા ખાતે બાગાયતી કૌશલ્‍ય વર્ધન સ્‍વરોજગારલક્ષી નિવાસી તાલીમ કાર્યક્રમ સંપન્ન

111
0

આણંદ: ૧૮ જાન્યુઆરી


આણંદની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા આણંદ જિલ્‍લાના પેટલાદ તાલુકાના ઇસરામા ખાતે આવેલ સેન્‍ટર ઓફ એકસેલનસ ઓન બનાના ખાતે એક માસનો બાગાયતી કૌશલ્‍ય વર્ધન સ્‍વરોજગારલક્ષી તાલીમ શિબિર કાર્યક્રમ સંપન્ન થવા પામ્‍યો હતો.સેન્‍ટર ઓફ એકસેલન્‍સ ઓન બનાના ખાતે અવાર-નવાર ખેડૂતો માટે ઉપયોગી તાલીમ યોજીને વિવિધ ટેકનોલોજી ની જાણકારી આપવા સહિત શીખવાડવામાં આવી રહી છે. ચાલુ વર્ષે આ કેન્‍દ્ર ખાતે કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને ઘણા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

તાજેતરમાં બી.આર.એસ. કોલેજના વિદ્યાર્થીઓને બાગાયતી પાકોમાં કૌશલ્‍ય વર્ધન સ્‍વરોજગારલક્ષી તાલીમ આપવાની એક માસની યોજાયેલ શિબિરમાં તાલીમમાં ભાગ લઇ રહેલ વિદ્યાર્થીઓને જુદા જુદા ફળ પાકની કલમો, મશરૂમ ઉત્‍પાદન, રક્ષિત ખેતી, પ્‍લગ નર્સરી, ફળ અને શાકભાજી પરીરક્ષણ, પાક સંરક્ષણ, કૃમિ નિયંત્રણના પગલાંઓ, પાક વાર ઇરીગેશન અને ફર્ટીગેશન વગેરે જેવા વિવિધ વિષયોને આવરી લઇને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્‍ય હેતુ તાલીમાર્થી સ્‍વનિર્ભર બની પોતાનો રોજગાર શરૂ કરી શકે તે માટેનો હતો.

આ એક માસની તાલીમ શિબિરના સમાપન પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવૃત્ત સંયુકત બાગાયત નિયામક બી. યુ. પરમાર, જિલ્‍લા ખેતીવાડી અધિકારી ચિંતનભાઇ પટેલ, નાયબ બાગાયત નિયામક ડૉ. એસ. એસ. પીલ્‍લાઇ, કહાનવાડી બી.આર.એસ. કોલેજના પ્રિન્‍સીપાલ રસીકભાઇ રાઠોડ, આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર પી. બી. પરમાર, મદદનીશ બાગાયત નિયામક નિલેષભાઇ , ઇસરામા ગામના સરપંચ ભૂપેન્‍દ્રભાઇ પટેલ, બાગાયત અધિકારી ડી. એમ. રાઠોડ, અને બાગાયત મદદનીશ ઇશ્રવભાઇ એમ. ઠાકોરએ ઉપસ્‍થિત રહી તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન આપવામાં આવેલ માર્ગદર્શન અને તાલીમ દરમિયાનન જે શીખવાડવામાં આવ્‍યું છે તેનો મહત્તમ ઉપયોગ કરી સ્‍વરોજગારી ક્ષેત્રે આગળ વધવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આણંદના નાયબ બાગાયત નિયામક જિલ્‍લાની બાગાયત સંબંધિત કોલેજો જો તેમની કોલેજમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને તાલીમમાં મોકલવા ઇચ્‍છતા હોય તો આણંદ ખાતે બોરસદ ચોકડી પાસે જૂના જિલ્‍લા સેવા સદનના, ચોથા માળે રૂમ નં. ૪૨૭-૧૨૯માં આવેલ નાયબ બાગાયત નિયામક કચેરીનો સંપર્ક કરવા પણ જણાવ્‍યું હતું.


અહેવાલ : પ્રતિનિધિ, આણંદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here