Home પંચમહાલ જીલ્લો પાવાગઢ યાત્રાધામ ખાતે ૨જી થી ૧૬મી એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક...

પાવાગઢ યાત્રાધામ ખાતે ૨જી થી ૧૬મી એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

91
0
ગોધરા :  24 માર્ચ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ દ્રારા જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ૨જી થી ૧૬મી એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી તા.૦૨-૦૪-૨૦૨૨ થી ૧૬-૦૪-૨૦૨૨ દરમ્યાન ચૈત્રી નવરાત્રી તહેવારની ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણીમાં યાત્રાળુઓ/ લોકોની મોટી અવર-જવર રહેનાર છે. તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબજ વાંકો ચુકો તથા ચઢાણવાળો તથા સાંકડો હોવાથી માંચીથી પાવાગઢ રસ્તાની બંને સાઈડો ઉપર આવેલ દુકાનો દ્રારા ટી.વી. તથા લાઉડ સ્પીકરોના ઘણા મોટા પ્રમાણમાં ઉપયોગ થવાથી આવ-જા કરનારા દર્શનાર્થીઓને ધ્વની પ્રદુષણના કારણોસર હરક્ત, અગવડ, ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા માટે તેમજ ટીવી/ વિડીયોના ઉપયોગથી એકઠી થતી લોકોની ભીડના કારણોસર ધક્કા–મુક્કીના ,જાનહાનિ કે અકસ્માત થવાની શક્યતાઓ રહેલ હોઈ જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી ગોધરાએ જાહેરનામું બહાર પાડવા વિનંતી કરેલ છે. તે હકિકત જોતા આ કામે પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.


રસ્તાઓમાં અને સાર્વજનિક જગ્યાઓમાં વાજીંત્રો વગાડવા અને ભૂંગળાઓ અથવા ઘોંઘાટ કરે તેવા બીજા સાધનો વગાડવા ઉપર નિયંત્રણ રાખવા અથવા પાડોશમાંના રહેવાસીઓને અથવા આવ-જા કરનારાઓને હરકત, અગવડ, ત્રાસ, જોખમ,ભય અથવા નુકશાન થતું અટકાવવા માટે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા ઉપર નિયંત્રણ કરવા તથા ઘોંઘાટ દ્વારા થતા પ્રદુષણને રોકવા ઘોંઘાટ પ્રદુષણ નિયમન અને નિયંત્રણ નિયમો–ર૦૦૦ના નિયમ-૫(૩) હેઠળ કરેલ જોગવાઇઓ તથા સરકારશ્રીના ગૃહ વિભાગ—ગાંધીનગરના પરિપત્રથી મળેલ સુચનાઓને ધ્યાને લઈ સદર નિયંત્રણો મુકવા યોગ્ય જણાઈ આવે છે.
આથી હું એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(એન) અન્વયે મળેલ અધિકારની રૂએ ફરમાવુ છું કે, પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ યાત્રાધામ ખાતે તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ (બંને દિવસો સહિત) માંચીથી પાવાગઢ મંદિર રૂટ ઉપર નીચે મુજબની અમલવારી કરવા ફરમાનું છું.કોઈપણ વ્યક્તિ દુકાનદારે જાહેરમાં ટી.વી. /વિડીયોનો ઉપયોગ કરવો નહીં કે લાઉડ સ્પીકર,રેડીયો, ઓડીયો પ્લેયર્સ જેવા ઉપકરણોના ઘોંઘાટથી અવર-જવર કરતા દર્શનાર્થીઓને હરક્ત,અગવડ, ત્રાસ, ભય અથવા નુકશાન પહોંચે તેવું કૃત્ય કરવું નહીં,તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/ર૦૨૨ (બન્ને દિવસો સહિત ) રાત્રિના ૧૨-૦૦ કલાક પછી સૂર્યોદય સુધી રસ્તામાં અથવા સાર્વજનિક જગ્યાઓમાં અથવા તેની નજીકમાં વાજીંત્ર વગાડવા નહી, ભૂંગળા, લાઉડસ્પીકર અથવા ઘોંધાટ કરે તેવા બીજા સાધનો વગાડવા નહિ તેમજ બુમો પાડવાની, ગીતો ગાવાની વાધ વગાડવાની પણ પ્રવૃત્તિ કરવી નહી,લાઉડસ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી વગર કરવો નહી,
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here