પાટણ : 13 ફેબ્રુઆરી
પાટણ શહેરમાં આવેલ જલારામ મંદિર નો તેરમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિરમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મંદિરના ટ્રસ્ટીઓ સહીત શ્રદ્ધાળુ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ પાટોત્સવની ઉજવણી કરી હતી. જલારામ બાપાના મંદિર પરિસર ખાતે આયોજિત યજ્ઞના યજમાન પદે બીપીનભાઈ મોહનભાઈ પટેલ અને દેવેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો હતો. જ્યારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલ અને ધર્મેન્દ્ર ભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
આ પાવન પર્વને અનુલક્ષી મંદિર પરિસર ખાતે શ્રી જલારામ બાપાની સમૂહ આરતી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર પરિસર ખાતે તેરમાં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આયોજિત કરાયેલા આ ધાર્મિક ઉત્સવોમાં પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
પ્રસંગને સફળ બનાવવા જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત પુજારી રશ્મિકાત રાવલ અને ધર્મેન્દ્ર રાવલ દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.