પાટણ : 23 ફેબ્રુઆરી
અખલી ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા મહાવદ સાતમ અને બુધવાર ના રોજ પાટણ નગરના 1276મા સ્થાપના દિવસ પ્રસંગે વિરંજલી સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં રાજપૂત સમાજના વિવિધ સ્ટેટના રાજવિઓ , ધારાસભ્યો પ્રધાનો , ઉદ્યોગપતિઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસ ને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતુ. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને વિરાંજલી કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો રાજપૂત સમાજ ના રાજવીઓ અને અગ્રણીઓએ વીર વનરાજ ચાવડા સિધ્ધરાજ જયસિંહ અને નાયકા દેવી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પાટણમાં અખિલ રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો
પાટણના 1276 માં સ્થાપના દિવસ નિમિત્તે વીર રાજપૂતો ને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયું
મોટી સંખ્યામાં રાજપુત અગ્રણીઓએ ઉપસ્થિત રહી રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસને ઉજાગર ઉજાગર કર્યો હતો.