Home પાટણ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કન્વેનશન હોલને પંડીત દિનદયાળ ઉપાધ્યાય નામ અપાયું

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કન્વેનશન હોલને પંડીત દિનદયાળ ઉપાધ્યાય નામ અપાયું

106
0
પાટણ : 14 ફેબ્રુઆરી

ઉત્તર ગુજરાતના પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સતત વિવાદમાં રહેલો કન્વેનશન હોલને પંડીત દિનદયાળ ઉપાધ્યાયનું નામકરણ કરવામાં આવ્યું છે અને હોલના આગળના ભાગે એલઇડી અક્ષરોથી નામ લખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, અન્ય ત્રણ હોલનું પણ નામકરણ પણ કરવામાં આવ્યું છે.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બાંધકામ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કુલપતિ ડો. જે. જે. વોરા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠક દરમિયાન છેલ્લા લાંબા સમયથી કરોડોના ખર્ચે બનેલા અને સતત વિવાદમાં રહેલા કન્વેન્શન હોલને પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ નામકરણ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય ત્રણ હોલનું પણ નામ કરણ કરી તમામના નામ એલઇડી અક્ષરોથી લખવા નિર્ણય કરાયો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર, ત્રણ હોલમાં 800ની બેઠકની ક્ષમતાવાળાને ડો. શ્યામપ્રસાદ મુખર્જી હોલ, 350ની ક્ષમતાવાળા હોલને અટલબિહારી હોલ અને 150ની ક્ષમતાવાળા હોલને સેવંતીલાલ કાંતિલાલ હોલ નામકરણ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કુલપતિ ઉપરાંત રજીસ્ટ્રાર ડી.એમ. પટેલ, કમિટીના સભ્ય શૈલેષ પટેલ, સ્નેહલ પટેલ, બાંધકામ ઇજનેર વિપુલ સાંડેસરા, કે. કે. પટેલ તેમજ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

અહેવાલ :  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here