Home પાટણ પાટણની શક્તિનગર સોસાયટીમાં થતા કોમર્શિયલ બાંધકામને નગરપાલિકાએ તોડ્યા..

પાટણની શક્તિનગર સોસાયટીમાં થતા કોમર્શિયલ બાંધકામને નગરપાલિકાએ તોડ્યા..

77
0
પાટણ : 12 ફેબ્રુઆરી

પાટણ શહેરમાં જલારામ ચોક નજીક આવેલ શક્તિનગર સોસાયટીમાં પ્લોટ નંબર 2 મા રહેણાંકના હેતુ નું ના બદલે કોમર્શિયલ બાંધકામ કરાતું હોવાથી નગરપાલિકાએ ટીમ સાથે પહોંચી દબાણ તોડી પાડ્યું હતું.

પાટણની શક્તિનગર સોસાયટીમાં થતા  કોમર્શિયલ બાંધકામને નગરપાલિકાએ તોડ્યા
પાટણની શક્તિનગર સોસાયટીમાં થતા કોમર્શિયલ બાંધકામને નગરપાલિકાએ તોડ્યા

પાટણ શહેરમાં સુભાષ ચોક થી આનંદ સરોવર તરફ જવાના માર્ગ ઉપર આવેલી શક્તિનગર સોસાયટીમાં પ્લોટ નંબર 2મા સર્વે નંબર 44 પૈકી 1મા નયન માંખીજા દ્વારા રહેણાંકની મંજુરી હોવા છતાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. જેથી નગરપાલિકા દ્વારા તેઓને 23/ 11/ 2021, 9 /11/ 2021 ના રોજ નોટિસ આપીને બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું.છતાં તેઓએ બાંધકામ દૂર ન કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર ના હુકમથી માર્જિનનું આ બાંધકામ દૂર કરવા ની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં નગરપાલિકાના દબાણ અને સર્વે વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે શક્તિનગર સોસાયટીમાં પહોંચ્યા હતા અને વધારાનું ૧૦ ફૂટનું દબાણ જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું.

અહેવાલ :  ભાવેશ, પાટણ
Previous articleસુરેન્દ્રનગર : મુળી ના દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે નર્મદા નાં નીર મામલે ખેડૂત સભા યોજાઈ
Next articleપાટણમાં વિદ્યાસહાયકની ભરતીમાં 1036 ફોર્મ ભરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here