પાટણ : 11 ફેબ્રુઆરી
પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ ૨ વિસ્તારના સૂર્યાનગર મા રૂપિયા ૬૫ લાખ ના ખર્ચે નવા સી સી રોડ નું ખાત મુહુર્ત ગુરૂવારના રોજ પુર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલના વરદ હસ્તે કરવામા આવ્યું હતું.
સૂર્યનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સીસી રોડની માંગણી આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી હતી.રોડ ન હોવાને કારણે આ વિસ્તારના રહીશો અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ વોર્ડના કોર્પોરેટરોએ આ વિસ્તારમાં સી.સી રોડના કામ માટેની દરખાસ્ત નગરપાલિકામા કરી હતી જે સંદર્ભે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સી.સી રોડ કરવા માટે રૂપિયા 65 લાખ મંજુર કર્યા હતા ત્યારે આજે સૂર્ય નગર વિસ્તારમાં સી.સી રોડ નું ખાતમુર્હત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ઘણા લાંબા સમય બાદ રસ્તાની માંગણી સંતોષવામા આવતાં રહિશોએ પાલિકા તંત્ર સહિત વિસ્તારના કોર્પોરેટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગર પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાતિબેન પટેલ, વિસ્તારના કોર્પોરેટરો સહિત ભારતીય જનતા પાર્ટી પાટણ શહેરના આગેવાનો,કાયૅકરો અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.