Home પાટણ પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ દિપડાએ દેખા...

પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ દિપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ…

48
0
પાટણ : ૧૬ જાન્યુઆરી

સરસ્વતી તાલુકાના સરીયદ ગામે શુક્રવારે દીપડાએ દેખાડો દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પોલીસ કર્મચારીઓ તેમજ વનવિભાગની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે પાંજરું મૂકી કવાયત હાથ ધરી હતી.

પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ દિપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ અંગેની જાણ વનવિભાગને થતા દિપડાને પાંજરે પુરવા માટે વનવિભાગ ની ટીમ તાત્કાલિક સરિયદ ગામે દોડી આવી હતી અને પાંજરૂ મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી . જોકે મોડી રાત સુધી ટીમો અને દીપડા વચ્ચે સંતાકૂકડીની રમત રમાઈ હતી . દીપડાને પકડવા માટે પાટણ હારીજ અને ચાણસ્મા વન વિભાગની ટીમો ની સાથે સાથે પોલીસ અને ગામ લોકો પણ જોડાયા છે . તો સરસ્વતી તાલુકા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગ તેમ જ પોલીસ કર્મચારીઓ સાથે દીપડાને પકડવા અંગેની ચર્ચાઓ કરી હતી.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 
Previous articleયાત્રાધામ અંબાજી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કોટેશ્વર કુંડ માં કરવામાં આવ્યું
Next articleઆણંદ જિલ્લામાં 17થી 21 જાન્યુઆરી વચ્ચે ડેપ્યુટી સરપંચોની ચૂંટણી યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here