Home સુરેન્દ્રનગર પાટડીના હિંમતપુરા આજુબાજુના 15 કિ.મી.ના 9 ગામોના 1763 ઘેટાંઓને રસિકરણ કરવામાં આવ્યું

પાટડીના હિંમતપુરા આજુબાજુના 15 કિ.મી.ના 9 ગામોના 1763 ઘેટાંઓને રસિકરણ કરવામાં આવ્યું

120
0

સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ


– પશુવિભાગની કુલ 10 ટીમો દ્વારા યુધ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી

– ફક્ત જૈનાબાદના 400થી વધુ ઘેટાંઓનું આજે શુક્રવારે છેલ્લુ વેક્સિનેશન કરવામાં આવશે : ડો. એસ.પી.પટેલ

પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. આથી પશુ વિભાગની ટીમના હિંમતપુરામાં ધામા નાંખ્યા હતા. પશુવિભાગની કુલ 10 ટીમો દ્વારા યુધ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટડીના હિંમતપુરા આજુબાજુના 15 કિ.મી.ના 9 ગામોના 1763 ઘેટાંઓને રસિકરણ કરવામાં આવ્યું હતુ. ફક્ત જૈનાબાદના 400થી વધુ ઘેટાંઓનું આજે શુક્રવારે છેલ્લુ વેક્સિનેશન કરવામાં આવશે એમ પશુ ચિકિત્સક અધિકારએ જણાવ્યું હતુ.

હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ

પાટડીના રણકાંઠા વિસ્તારમાં અબોલ ગાયોમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યાની ઘટના બાદ પાટડીના હિંમતપુરામાં લાલાભાઇ સતાભાઇ ભરવાડના 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જેમાં બુધવારે હિંમતપુરામાં શંકાસ્પદ લમ્પી વાયરસથી સાત ઘેટાંના મોત નિપજતા પશુપાલકો ફફડી ઉઠ્યાં હતા.

પશુપાલન વિભાગનો સ્ટાફ તાકીદે હિંમતપુરા દોડી ગયા હતા

આથી સુરેન્દ્રનગર અને પાટડી પશુપાલન વિભાગનો સ્ટાફ તાકીદે હિંમતપુરા દોડી ગયા હતા. પશુવિભાગની ટીમ દ્વારા મૃત ઘેટાનું પોસ્ટ મોર્ટમ લિવર અને કીડની અને હાર્ટના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે. જ્યારે બે જીવિત ઘેટાંના પણ બ્લડ સીરમ, સ્કિન સ્ક્રેપિંગ અને નસલ ડીસ્ચાર્જના સેમ્પલ પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા છે. આ લેબોરેટરી રીપોર્ટ આવતા હજી દશથી બાર દિવસ લાગે એમ હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું હતુ.

જૈનાબાદના 400થી વધુ ઘેટાંઓનું આજે શુક્રવારે છેલ્લુ વેક્સિનેશન કરવામાં આવશે

જ્યારે આ અંગે બજાણા વેટરનિટી ઓફિસર ડો. એસ.પી.પટેલે જણાવ્યું કે, જેમાં પાટડીના હિંમતપુરા આજુબાજુના 15 કિ.મી.ના 9 ગામો જેવા કે, ઓડું, ખારાઘોડા, નારણપુરા, પાટડી, સુરજપુરા, જોરાવરપુરા, બજાણા અને સાવડા ગામ મળી કુલ 1763 ઘેટાંઓને રસિકરણ કરવામાં આવ્યું હતુ. ફક્ત જૈનાબાદના 400થી વધુ ઘેટાંઓનું આજે શુક્રવારે છેલ્લુ વેક્સિનેશન કરવામાં આવશે. અને આજે અન્ય કોઇ ઘેટાંમાં શીપબોક્સના વાયરસના લક્ષણો જોવા મળ્યાં નથી. અસરગ્રસ્ત ઘેટાંઓની સારવાર હાલમાં ચાલુ છે અને પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here