અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી મહિલા જેને એક વર્ષ પહેલા એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ એક વર્ષ પહેલા બંને વચ્ચે ઝઘડો થતાં પોત પોતાની રીતે બંને અલગ થઈ ગયેલ હોય એક વર્ષથી બંને એકબીજાના કોઈ જ કોન્ટેકમાં નથી પરંતુ થોડા સમય પહેલા પીડિત મહિલાના સગા ભાઈએ તેમના એક્સ બોયફ્રેન્ડની બહેન સાથે ભાગીને લગ્ન કરી લીધેલા છે જેના લીધે હવે પીડિતાનો એક્સ બોયફ્રેન્ડ તેની બહેનને પરત ઘરે લઈ આવવા પીડિત મહિલાને બ્લેકમેલ કરે છે અને તેઓના અંગત ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપે છે થી તેથી પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો.
હેલ્પલાઇન પર ફોન આવતા તુરંત 181 ટિમ પીડિત મહિલાના સ્થળ પર પહોંચી ઈમોશનલ સપોર્ટ પૂરો પાડી પ્રોત્સાહન આપી કાઉન્સેલિંગ કર્યું. ત્યારે 181 ટીમ દ્વારા મહિલાના એક્સ બોયફ્રેન્ડને સમજાવીને ફોનમાંથી મહિલાના તમામ ફોટો ડીલીટ કરાવ્યા હતા. તેમેજ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી કાયદાનું ભાન કરાવ્યું હતું. અંતે પીડિત મહિલાનો એક્સ બોયફ્રેન્ડ હવે ક્યારે કોઈ પણ પ્રકારની ધમકી હેરાનગતિ આપશે નહીં તેવી બાંહેધરી આપી હતી જેથી મહિલાએ આગળ તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી ને સમગ્ર ઘટનાનો અંત આવ્યો હતો.