Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કેસુડાના ફુલોની વેચાણ વ્યવસ્થા

પંચમહાલ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કેસુડાના ફુલોની વેચાણ વ્યવસ્થા

86
0
ગોધરા :  17 માર્ચ

ફાગણ માસમાં પંચમહાલ જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ખરેલા ફુલોથી ધરતી છવાયેલી રહે છે. જે ફુલો થોડા દિવસોમાં બગડી જતા હોય છે. જ્યારે કેસુડાના ફુલમાં રહેલા તત્વો ચામડી સબંધીત રોગો તેમજ ત્વચાને સ્વચ્છ રાખવા ઘણા ઉપયોગી છે. તેથી જ અનાદીકાળથી કેસુડાના ફુલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી/ધુળેટી ઉજવવાની પરંપરા રહેલી છે. ત્યારે હોળીના તહેવાર ટાણે બજારમાં તેની સારી માંગ રહે છે. તેના પાનનો ઉપયોગ દશકા પહેલા જમવા માટેના પડીયા પતરાળા બનાવવામાં થતો હતો.

કેસુડાનુ મુલ્યવર્ધન કરીને ધણી કંપનીઓ તેમાથી સોંદર્ય પ્રસાધન ઔષધિઓ બનાવતી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજારૂ ઉપલબ્ધ છે. તે હેતુથી આજના હોળીના દિવસે અત્રેના પંચમહાલ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટમાં જોડાવેલ ગોધરા તાલુકાના કાશીપુરા ગામના છેલીયાભાઇ આપસીંગભાઇ રાઠવા દ્વારા કેસુડાના ફુલોની વેચાણ વ્યવસ્થા અર્થે કલેક્ટર કચેરી, ગોધરાના પ્રવેશદ્વાર ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી સ્ટોલ ગોઠવી વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ હતી. સાથેસાથે દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદીત કરેલ ખાટી આમલી તેમજ હળદર પાવડર પણ વેચાણને અર્થે મુકવામાં આવેલ. જેનો સારો એવો પ્રતિસાદ મળેલ છે.


વધુમાં જણાવવાનું કે માન. ચેરમેનશ્રી -વ- જીલ્લા વિકાસ અધિકારી આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે કેસુડાના વેચાણ થકી ખેડુતોને વધારાની આવક મળી રહે તે હેતુસર આત્મા પ્રોજેક્ટના સહયોગથી સ્ટોલ ગોઠવી બજાર વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here