Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ની ધરપકડ ના વિરોધમાં...

પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ની ધરપકડ ના વિરોધમાં રેલી યોજી ને આવેદનપત્ર આપ્યું

132
0
પંચમહાલ :  25 એપ્રિલ

ગુજરાતના વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી ની રાતોરાત આસામ પોલીસ દ્વારા ધરપકડ કરી આસામ લઈ જવાના લોકશાહી પ્રક્રિયા અને ધારાસભ્ય તરીકે લોક પ્રતિનિધિ ના અધિકારોને અસર કરતા દુઃખદ ચિંતા પ્રેરિત બનાવતી સમગ્ર દેશ અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે અને ભારે વિરોધ થયેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ની થયેલ ધરપકડનો સતત વિરોધ નોંધ થી આંબેડકર ચોક પાસે ભારે સૂત્રોરચાર સાથે વિરોધ નોંધાવી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવાની રજૂઆત અને માંગ સાથે મહામહિમ રાજ્યપાલશ્રી ને સંબોધન કરતું આવેદનપત્ર સુપ્રત કરી

જીગ્નેશ મેવાણી થયેલ ધરપકડની વિરોધમાં લોકશાહીને જીવંત રાખવા માંગ કરવામાં આવેલ હતી જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ ભાટી જિલ્લા અનુસૂચિત જાતિ ચેરમેન વકીલ રાજેશ હડીયલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ જિલ્લા લઘુમતી વિભાગના પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ જિલ્લા લીગલ સેલ કન્વીનર વકીલ જય ગણેશ ભાઈ શ્રી પ્રકાશ બારોટ દુષ્યંત સિંહ ચૌહાણ એમ.એન.પટેલ ગોધરા તાલુકા પ્રમુખ આર એન પટેલ ગોધરા શહેર પ્રમુખ સિદ્દીક ચલાલી વાળા મહામંત્રી ઉમેશ શાહ વકીલ આબિદ સેખ પ્રવક્તા શ્રી હિમાંશુ પંડ્યા ફારૂક વોરા કમલેશ ચૌહાણ મેદા ભાઈ ગનીભાઈ ભુપેન્દ્રસિંહ ખેલ જેસન પરમાર સહિત કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરેલ હતું

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here