Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા પોતાની સત્તા નો દુરુપયોગ કરી...

પંચમહાલ જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા પોતાની સત્તા નો દુરુપયોગ કરી બિનખેડૂતને ખેડૂત બતાવતા પોલીસ ફરિયાદ કરાઈ

77
0
પંચમહાલ :  22 એપ્રિલ

પંચમહાલ જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત એસ.કે.લાંગા સામે પોતાની સત્તા નો દુર ઉપયોગ કરી જે ખેડૂત નહોતા તેઓ ને ખેડૂત બતાવવા એસડીએમ પાસે થી સત્તા લઇ પીક એન્ડ ચુસ કરવા મામલે પંચમહાલ ના હાલ ના અધિક કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ કરવા મા આવી છે જે મામલે હાલ ગોધરા ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલાને લઈને કલેકટર કચેરી સહિત શહેરના ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા 30.4.17 થી 8.04.18 ના સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવા મા આવેલ છે . જેમાં ગોધરાના શિલાબેન મંગલાણી, રોહિત લુહાણાં અને ધનવતીબેન ચુનીલાલ ધારશિયાણી દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવેલ જે બાબતે કલેકટર જાણતાં હોવા છતાં કોઈજ કાર્યવાહી ના કરી તાત્કાલિક sdm અને મામલતદાર દ્વારા જે તપાસ. ચાલી રહી હતી તે તપાસ પોતાના હાથ મા લઈ બિનખેડૂત ને ખેડૂત હોવા મામલે સમર્થન આપતો રિપોર્ટ કર્યો હતો આમ તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા પિક એન્ડ ચૂસ પદ્ધતિ અપનાવી પોતાની મનસ્વી રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને લાભ થાય તેવી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે હાલના અધિક કલેકટર એમ ડી ચુડાસમાએ લેખિતમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે તત્કાલીન કલેકટર સામે આઇપીસી કલમ 217 અને 218 મુજબ ગુન્હો નોંધ્યો છે. પૂર્વ કલેકટર સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવાની સાથે રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તાત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા પંચમહાલ થી બદલી થઇ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ વય નિવૃત થયા છે ત્યારે જોવા નું એ રહે છે કે આટલા મોટા અધિકારી જેઓ ને ન્યાય આપવા માટે નો હોદ્દો મળેલ એ પોતે જ અન્યાય કરે તો આ કિસ્સા મા વધુ શું અપડેટ આવે છે જોવું રહ્યું.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ડી વાય એસ પી કક્ષાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપી છે. ત્યારે હવે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં સામેલ તત્કાલીન કલેકટર સહિત આ ગુન્હામાં સામેલ જમીન માલિકોના જવાબો લેવા માટેની તેમજ તત્કાલીન કલેકટરની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ  
Previous articleઅંજાર શહેર માં એકતા નગર મધ્યે આવેલ ૩ દાયકા જૂનું અંકલેશ્વર મહાદેવ મંદિર નો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
Next articleઅંબાજી નજીક જેતવાસ ગામ ના એક ઘર માં આગ લાગતાં ૪ વર્ષ ની બાળકી નું મોત…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here