દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા,સુસાશન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં BAPS સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મમાં ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ હતી.કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા,કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો…
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નબળો અને નમાલો વિપક્ષ મળ્યો છે.જે જુઠ્ઠાણું ફેલાવે છે.અને એ પણ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરે છે.14 વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્ર મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા. ખેડૂતોને પૈસા સીધા તેમના બેંક એકાઉન્ટમાં મળે છે… જેવી સરકારની યોજનાઓ વિશે લોકોને જણાવ્યું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ડો.કે ડી.જેસવાણી ખેડા વિભાગના તમામ 6 ધારાસભ્યો,બાબુભાઇ જમનાદાસ પટેલ,પૂર્વ ધારાસભ્યો,ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ નયનાબેન પટેલ ,ખેડા,અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.