Home દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ દુર્ઘટના, 10 કર્મચારીઓ દાઝ્યા

દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ દુર્ઘટના, 10 કર્મચારીઓ દાઝ્યા

138
0

દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નાયરા રીફાઇનરીમાં પાઈપલાઈનમાંથી ગરમ પાણી ઉડતા 10  કર્મચારીઓ દાઝ્યા હતા. રીફાઇનરીમાં દુર્ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ભોગ બનેલા 10 કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઇન ચોકઅપ થઈ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઇન રીપેર કરી રહ્યા હતા. ત્યારે, ઊંચા તાપમાને લાઇન ખોલતા જ અંદરથી ધગધગતો ગરમ ડામર અને સાથે જ ગરમ પાણીનો ધોધ છૂટતા 10 કર્મચારીઓ દાઝ્યા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત કર્મચારીઓને રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2 કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે આ બનાવને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here