Home પંચમહાલ જીલ્લો દાહોદમાં ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા કાચા મકાનની અગવડોમાંથી મુક્તિ મળી

દાહોદમાં ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા કાચા મકાનની અગવડોમાંથી મુક્તિ મળી

148
0

દાહોદ : 3 એપ્રિલ


દાહોદનાં કતવારા ગામના સતીષભાઇ પરમાર જણાવે છે કે, અમને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા અમારૂં પાકું મકાન બની શકયું છે. અગાઉ કાચા મકાનમાં અમને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. દિવાલો જર્જરિત હતી અને વરસાદમાં પાણી પણ ઘરમાં પડતું હતું. જંગલી જાનવરોનો ડર પણ રહેતો હતો. પરંતુ આ યોજનાનો લાભ મળતા અમને અમારા સપનાનું પાકું મકાન પાપ્ત થયું છે અને કાચા મકાનની અગવડો દૂર થઇ છે. આ યોજના અંતર્ગત અમને રૂ. ૧.૨૦ લાખની સહાય પ્રાપ્ત થઇ છે. સરકારનો આ યોજનાનો લાભ આપવા બદલ ધન્યવાદ પાઠવીયા હતા.

અહેવાલ : મયુર રાઠોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here