Home સુરેન્દ્રનગર થાનગઢ જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીકતત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન…

થાનગઢ જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીકતત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન…

120
0
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી

થાનગઢની જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીક તત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન થઇ ગયા હતા. આ અંગે કાર્યવાહીની રજૂઆત છતા કાંઇ ન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા હતા. મહિલાઓએ પોલીસ સ્ટેશને ધસી જઇ હોબાળો મચાવ્યો હતો.જ્યારે લેખિત રજૂઆત કરી આવારાતત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

થાનગઢના જય અંબે સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા અને અસામાજીકતત્વો દ્વારા અવાર નવગર જોહરમાં સોસાયટી વિસ્તારમાં આવી બેન દિકરીઓની છેડતી કરવામા આવતી હોવાની સમસ્યા વકરી હતી.આ અંગે તંત્રને રજૂઆત છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.આથી વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઇ પોલીસ સ્ટેશન ધસી ગઇ હતી.જ્યાં હોબાળો મચાવી આવારાતત્વોને અંકુશમાં લેવા માંગ કરી હતી. જ્યારે રહીશ સંજયભાઇ વાધરોડીયા, જોશનાબેન, દિનાબેન, ચંપાબેન, મધુબેન સહિતનાઓએ થાન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ આવારા તત્વો છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટી વિસ્તારમાં ઉત્પાત મચાવે છે. તેઓ વારંવાર આવે ત્યારે જાહેર વિસ્તારની અંદર આવીને બેન દીકરો અને છેડતી કરવી બેન દીકરી ના નામ લે છે. જો કોઈ વિરોધ કરે તો અસામાજિક તત્વો બહાર થી ભેગા કરીને ગુંડા બોલાવીને છરીધકી દેવામાં આવે છે સંક્રાંતિના દિવસે અને બે દીકરીઓ ની છેડતી કરવામાં આવી હતી. અનેક વખત પોલીસ માં રજુઆત કરવામાં આવતા લુખા તો સામે પોલીસે કાર્યવાહી ન કરવામાં આવી નથી. મહિલાઓ ધ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા તેઓએ ના છુટકે હોબાળો મચાવી રજૂઆત કરવી પડી હતી. આ રજૂઆતને લઇ પોલીસ ટીમ એક્શનમાં અવી હતી.અને બેન દીકરીઓ ની છેડતી કરનાર અસામાજિક તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખીય છે હજી સુધી આવા સમાજને હાની પોચાડનાર ઈસમો હજી સુધી ખુલ્લા ફરી રહ્યા છે અને પોલીસ પણ તેઓને પકડવામાં નિષ્ફળ રહી છે.


 

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here