Home બનાસકાંઠા થરા હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત …. ડીસાનો પરિવાર અકસ્માતમાં હોમાયો...

થરા હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત …. ડીસાનો પરિવાર અકસ્માતમાં હોમાયો …

127
0

બનાસકાંઠા જિલ્લામાં થરા હાઈવે પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડીસાના પરિવારના ત્રણેય સભ્યોનું કરુણ મોત નિપજ્યા છે. પતિ-પત્ની અને નાનકડી દીકરીનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે મોડી રાતે બનાસકાંઠાના ડીસાના માણેકપુર ગામમાં રહેતો ઠાકોર પરિવાર બાઈક પર નીકળ્યો હતો. આ નાનકડો પરિવાર થરા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક સાથે બાઈક ભટકાયુ હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળ પર જ પતિ-પત્ની અને દિકરીનું મૃત્યુ થયું હતું.. જે ઘટના સ્થળે ભારે અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. બાદમાં ટ્રાફિક દૂર કરાયો હતો. ત્રણેય વ્યક્તિનું મોત નિપજતા તેમના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here